રાષ્ટ્રીય

ઉત્તરાખંડના CM તીરથસિંહ રાવત કોરોના પોઝિટિવ થયા

ઉત્તરાખંડના મુખ્યમંત્રી તીરથસિંહ રાવત કોરોના પોઝિટિવ આવ્યા છે. સોમવારે તીરથસિંહ રાવતે ટ્વીટ કરીને આ અંગે માહિતી આપી હતી. ઉત્તરાખંડના મુખ્ય પ્રધાને કહ્યું કે તેને ખુદને આઈસોલેટ કરી દીધા છે.

તીરથસિંહ રાવતે સોમવારે સવારે ટ્વીટ કરીને માહિતી આપી, ‘મારો કોરોના ટેસ્ટ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હું ઠીક છું અને મને કોઈ સમસ્યા નથી મેં ડોકટરોની દેખરેખમાં મને ખુદને આઈસોલેટ કર્યો છે. તમારામાંના જેઓ છેલ્લા કેટલાક દિવસોમાં મારી સાથે સંપર્કમાં આવ્યા છે, કૃપા કરીને કાળજી લો અને તમારી તપાસ કરાવો.

જણાવી દઈએ કે તિરથસિંહ રાવત તાજેતરમાં કુંભમાં જોડાયા હતા અને સંતો સાથે પૂજામાં ભાગ લીધો હતો. રવિવારે પણ તેમણે રમતગમતના કાર્યક્રમમાં ભાગ લીધો હતો.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x