ગાંધીનગરનાં સંસ્કૃતિ કુંજ ખાતે ‘વસંતોત્સવ’નો આરંભ થશે
ગાંધીનગર:
પાટનગરનાં પડખે સાબરમતી નદીની કોતરોમાં આવેલા સંસ્કૃતિ કૂંજ ખાતે આજે તા 27મી ફેબ્રુઆરીથી તા 8મી માર્ચ સુધી ચાલનાર વસંતોત્સવનો ભવ્ય પ્રારંભ થનાર છે. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી દ્વારા સાંજે 7 વાગ્યે વસંતોત્સવનું ઉદઘાટન કરવામાં આવશે. જેમાં 12 રાજ્યોનાં 150થી વધુ કલાકારો વિવિધ પ્રાદેશીક, ભાતીગળ લોકનૃત્યો રજુ કરશે. સાથે સાથે હસ્તકળા સહિતની ચિજોનાં જુદા જુદા સ્ટોલ પણ આકર્ષણ જમાવશે. ગાંધીનગરનાં ઘરેણા સમાન આ કાર્યક્રમમાં ગાંધીનગર ઉપરાંત રાજયનાં અન્ય નગરો તથા ગામડા–માંથી પણ દર્શકો ઉમટી રહ્યા છે અને દર વર્ષે સંખ્યા વધી રહી છે. ગાંધીનગરનાં આંગણે વસંતોત્સવ છેલ્લા 21 વર્ષથી યોજાઇ રહ્યો છે.