વિધાનસભાગૃહમાં કોરોનાનો કહેર, CM કાર્યાલયમાં નાયબ સચિવનો રિપોર્ટ પોઝિટવ
ગુજરાતમાં કોરોના વકરી રહ્યો છે. હવે વિધાનસભા સભ્યો પણ કોરોનાની ઝપેટમાં આવી રહ્યાં છે. મુખ્યમંત્રી કાર્યાલયમાં કાર્યરત નાયબ સચિવનો રિપોર્ટ પોઝિટીવ આવતાં તંત્રમાં ફફડાટ ફેલાયો છે. આજે મુખ્યમંત્રી કાર્યાલયમાં નાયબ સચિવ કોરોના પોઝિટિવ આવતાં તે હૉમ ક્વોરન્ટીન થયા છે.
વિધાનસચભાના આ સભ્યોનો રિપોર્ટ આવ્યો પોઝિટિવ….
નૌશાદ સોલંકી
ભીખાભાઈ બારૈયા
પૂજાઈભાઈ વંશ
વિજય પટેલ
ભરજી ઠાકોર
ગુજરાતમાં જ્યારથી નગરપાલિકાની ચૂંટણી પૂરી થઈ છે, ત્યારથી રાજ્યમાં કોરોના સંક્રમણ સતત વધી રહ્યું હતું. આ દરમિયાન વિધાનસભા સત્ર ભરાતા સભ્યો પણ કોરોના સંક્રમિત થઈ રહ્યાં છે. જો કે, ગુજરાત વિધાનસભા શરૂ થતાં પહેલા જ કેટલાંક ધારાસભ્યોનો કોરોના ટેસ્ટ કરાવવામાં આવ્યો હતો. તેમનો રિપોર્ટ નેગેટિવ આવ્યાં બાદ જ તેમને પ્રવેશ આપવામાં આવ્યો હતો. આમ,સાવધાની રાખવા છતાં વિધાનસભાગૃહના કોરોનાએ પગપેસારો કર્યો છે. અને વિધાનસભાના સભ્યો એક પછી એક સંક્રમિત થઈ રહ્યા છે. જેને લઈને ચિંતા વધી રહી છે.