પૂ.મોરારીબાપુએ પોતાની કામળી પુડંરિક મહારાજને અર્પણ કરી કામળીના રહસ્યનું ખંડન કર્યું.
વૃંદાવન :
ઉત્તર પ્રદેશના વૃંદાવનમાં” માનસ વૃંદાવન”નું ગાન વૈયજંતિધાટ ખાતે થઈ રહ્યું છે. તેના આયોજક વૈષ્ણવાચાર્ય પૂજ્ય ગોસ્વામી પુંડરિક મહારાજ છે. પુડરિક મહારાજ ખૂબ જાણીતા કથાકાર પણ છે.
બુધવારની કથામાં એક રસપ્રદ ઘટના બની જેમાં બાપુએ કહ્યું કે એકવાર એક કાર્યક્રમમાં હું હાજર હતો.મારી અગાઉ કોઈ વક્તાએ કહ્યું કે.’ બાપુ પોતાની પાસે રહેલી આ કાળી કામળી હોય તો જ બોલી શકે છે, જો તે બીજાને આપી દે તો તે બોલી શકે નહીં. અરે..! જેનાં હૃદયમાં શ્યામ હોય, કાળાશ હોય તો તેને કોઈ કામળીની જરૂર રહેતી નથી.આવુ અગાઉ પણ બાપુ કહી ચુક્યા છે. આમ કહીને બાપુએ કથામાં ઉપસ્થિત ગોસ્વામી પુડંરિક મહારાજને કામળી આપી દીધી. પછી ત્યાં ઉપસ્થિત સંતોએ આ કામળી પરત કરવાનો ઈશારો પણ કર્યો પરંતુ બાપુએ તે ન સ્વીકારી. પછીથી પુંડરિક મહારાજે નવ જેટલી કામળીઓ લાવીને પોથીજી પાસે ધરી અને વધુ એક આશ્ચર્ય સર્જ્યું. પછી તો બાપુ તેનાથી ખુબ રાજીપો વ્યક્ત કર્યો. પોતાની પાસે આવેલી બધી જ કામળીઓ તેમના સંગીતવૃંદને અર્પણ કરી.
લગભગ અડધી કલાક સુધી કામળી વગર કથાગાન થયું. આ એક ઘટના કદાચ છેલ્લા ઘણાં વર્ષો પછી કામળી વગર બાપુએ કથાગાન કર્યું હોય તેવાંવા ઓછા પ્રસંગો પૈકીનો એક હતો.