સુરતમાં હવે માસ્ક માટે દંડ નહીં લેવાય : મેયર
સુરત શહેરમાં કોરોના બ્લાસ્ટ થતાં રેકોર્ડ બ્રેક કેસ નોંધાઈ રહ્યાં છે. તો બીજી બાજુ આજે શહેરના મેયર હેમાલી બોઘાવાલા અને સુરત પોલીસે મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. શહેરીજનો માસ્ક નહીં પહેરે તો પોલીસ દંડ નહીં કરે પણ માસ્ક આપશે. માસ્ક નહીં પહેરો તો પોલીસ સામેથી માસ્ક પહેરાવશે. મનપા અને પોલીસનું નવું સૂત્રઃ દંડ નહીં માસ્ક પહેરો.
અંગે સુરતના જોઈન્ટ સીપી પ્રવીણ મલે જણાવ્યું કે, દંડ નહીં પણ માસ્ક આપીએનું સુરત પોલીસે અભિયાન શરૂ કર્યું છે. લોકો 100 ટકા લોકો માસ્ક પહેરે અને અન્યને પણ સમજાવે. માસ્ક પહેરો અને લોકોને બચાવો. પોલીસે દંડ કરવાની જગ્યાએ સૌને માસ્કની વહેંચણી કરીને જાગૃતિ અભિયાન શરૂ કર્યું છે.
સુરત મહાનગરપાલિકા અને જિલ્લા પ્રશાસન દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે નવા 628 કેસ નોંધાયા છે અને 4 દર્દીના મોત થયા છે. આ સાથે કુલ કેસનો આંકડો 60, 850 થયો છે અને મૃત્યુઆંક 1157 થયો છે. જ્યારે 434 દર્દી ડિસ્ચાર્જ થતા ડિસ્ચાર્જનો કુલ આંકડો વધીને 56,628 પર પહોંચ્યો છે. હાલ શહેર અને જિલ્લામાં કુલ 3065 એક્ટિવ કેસ છે.
નાયબ મ્યુનિસિપલ કમિશનર તરીકે સુરતમાં નિમાયેલા એચ.આર.કેલાયાને નવી સિવિલ, સ્મીમેર અને સમરસ હોસ્ટેલની ડીસ્ચાર્જ મીકેનીઝમ તથા તમામ ઝોન વિસ્તારમાં વેક્સીનેશન પ્રોગ્રામ અંગેની તમામ સંકલનની કામગીરી સોંપાઇ છે. જ્યારે યોગેન્દ્ર એ. દેસાઇને સેન્ટ્રલ ઝોનના માઇક્રો કન્ટેઇનમેન્ટ વિસ્તારમાં કોરોના સિંક્રમણની યોગ્ય અમલવારાની, પોઝિટિવ દર્દીઓના કોન્ટેક્ટ ટ્રેસીંગની સંકલન તથા ટેક્ષટાઇલ માર્કેટમાં કોરોના વાયરસના સંક્રમણનું નિયંત્રણ અંગેની કામગીરી કરવાની રહેશે.