સ્થિતિ ખરાબ થઈ રહી છે, મહારાષ્ટ્ર લોકડાઉન લોકડાઉન વિશે વિચાર કરશે : dy.CM પાવર
મુંબઈ :
મહારાષ્ટ્રમાં કોરોનાના રોજ નવા નોંધાતા કેસ ડરાવવા લાગ્યા છે. રાજ્યમાં છેલ્લા એક સપ્તાહથી રોજના 30 હજારથી વધારે કેસ નોંધાઈ રહ્યા છે. આ દેશમાં સૌથી મોટો આંકડો છે. જ્યારે મુંબઈ, પુણે અને નાગપુર જેવા મુખ્ય શહેરોમાં પણ સંક્રમિતોનો આંકડો ઝડપથી વધી રહ્યો છે. મહારાષ્ટ્રના ઉપ-મુખ્યમંત્રી અજીત પવારે શુક્રવારે પુણેમાં કહ્યું કે, સ્થિતિ ખરાબ થઈ રહી છે. લોકોએ કોરોના ગાઈડલાઈન્સનું કડક રીતે પાલન કરવું જોઈએ. જો આવું નહીં થાય તો આપણે કડક લોકડાઉન વિશે વિચાર કરવાનો રહેશે. પવારે શુક્રવારે પિંપરી-ટિંટવાહના જિલ્લાઅધિકારીઓ અને સ્વાસ્થય સાથે જોડાયેલા નિષ્ણાતો સાથે મીટિંગ કરી હતી. મીટિંગમાં પુણે પ્રશાસન દ્વારા 1 એપ્રિલથી લઈને 14 એપ્રિલ સુધી શહેરમાં ફરીથી હાર્ડ લોકડાઉન લગાવવાનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો છે. જોકે હાલ તો પરાવે આ પ્રસ્તાવ નકારી દીધી છે. તેમણે કહ્યું છે કે, પુણેમાં હાલ લોકડાઉન નહીં લાગે, પરંતુ 2 એપ્રિલ સુધી કોરોનાના કેસ પર નજર રાખવામાં આવશે અને જો સંખ્યા આ રીતે જ વધતી રહેશે તો ફરી આ મુદ્દા પર વિચાર કરવો પડશે.
પુણે સહિત 9 શહેરોમાં ઝડપથી વધી રહ્યા છે દર્દીઓ
મહારાષ્ટ્રમાં કોરોનાની વધતી જતી સ્પીડને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર સતત મેરાથન બેઠક કરી રહ્યા છે. મહારાષ્ટ્રની સ્થિતિ એટલા માટે ભયાનક છે, કારણકે રાજ્યના 9 શહેરોમાં છેલ્લા 24 કલાક દરમિયાન સંક્રમિતોને મળવાનો આંકડો દેશમાં સૌથી વધારે છે. તેમાંથી એક પુણે પણ છે. પુણેમાં ના માત્ર દર્દીઓની સંખ્યા વધી રહી છે પરંતુ અહીં મૃતક આંક પણ વધી રહ્યો છે. સંક્રમણના જોખમને ધ્યાનમાં રાખીને હોળીમાં પ્રાઈવેટ અને પબ્લિક સેલિબ્રેશન પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે.
વેક્સિનેશન કાર્યક્રમ બમણો કરવાનો વિચાર
અજીત પવારે મીટિંગ પછી પત્રકારો સાથે વાત કરતા કહ્યું છે કે, આજે અમે કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરનો સંપર્ક કર્યો છે અને પુછ્યું છે કે બંને શહેરોમાં 316 વેક્સિનેશન કેન્દ્ર છે, તો શું તેઓ આ સેન્ટર્સની સંખ્યા બમણી કરી શકે છે? આવુ કરવાથી પુણેમાં વેક્સિનેશન કાર્યક્રમમાં ઝડપ આવશે અને વધુને વધુ નાગરિકોને વેક્સિનેટેડ કરી શકાશે. આ મામલે જાવડેકરે મદદ કરવાનો વાયદો કર્યો છે. પવારે કહ્યું કે, અમે બેડની સંખ્યા પણ વધારવા માંગીએ છીએ.
પુણેમાં 28 હજારથી વધારે એક્ટિવ કેસ
પુણેમાં કોરોનાની સ્થિતિ વિશે વાત કરીએ તો ગુરુવારે શહેરમાં 3,286 નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે અને 31 લોકોના મૃત્યુ થયા છે. પુણેમાં અત્યાર સુધીમાં કોરોનાથી 5,137 લોકોના મૃત્યુ થયા છે. હાલ 28,578 લોકોની સારવાર ચાલી રહી છે.
છેલ્લા 4 દિવસમાં કોરોના દર્દીઓની સંખ્યા વધી
21 માર્ચ- 2,900 નવા દર્દીઓ, 28ના મોત 22 માર્ચ- 2,342 દર્દીઓ, 17 દર્દીના મોત 23 માર્ચ- 3,098 નવા દર્દી, 31 દર્દીના મોત 24 માર્ચ- 3,509 દર્દી, 33 દર્દીઓના મોત
આજની મીટિંગના મુખ્ય મુદ્દાઓ
પુણેમાં કડક રીતે નિયમોનું પાલન કરવામાં આવે, શહેરમાં નાઈટ કર્ફ્યુ ચાલુ રહેશે. હવે 300થી વધીને 600 કેન્દ્રો પર વેક્સિનેશન.
જો નવા કેસની સંખ્યા વધશે તો 2 એપ્રિલથી લોકડાઉન લગાવવાનો વિચાર.
શરૂઆતમાં ખાનગી હોસ્પિટલમાં 80 ટકા બેડ કોરોના માટે ફાળવવામાં આવતા હતા, અત્યારે 50 ટકા બેડ કોરોના માટે રાખવાનો વિચાર.
સ્કૂલ અને કોલેજ 30 એપ્રિલ સુધી બંધ રહેશે, મોલ અને સિનેમા ઘર 50 ટકાની હાજરીનો નિયમ, જાહેર બસ સેવાઓ ચાલુ રહેશે.
લગ્નમાં 50 લોકોથી વધારે લોકો નહીં, અંતિમ સંસ્કારમાં 20 લોકોને મંજૂરી આપવામાં આવશે.
ઓક્સિજનની અછત ના થાય તે માટે પ્રશાસનને દરોડા પાડવાનું કહેવામાં આવ્યું છે.