ગુજરાત

ભારત-ઈંગ્લેન્ડની T20 મેચ જોવા ગયેલા અમદાવાદ IIMના 5 વિદ્યાર્થી સંક્રમિત‌ થયા

રાજ્યમાં કોરોનાના કેસો સતત વધી રહયા છે અને અમદાવાદ શહેર ફરી એકવાર હોટસ્પોટ બની રહ્યું છે. આવામાં અમદાવાદ IIMમાં રીતસરનો કોરોના વિસ્ફોટ થયો છે અને કેમ્પસમાં 38 વિદ્યાર્થી સહિત કુલ 40 લોકો કોરોનાં પોઝિટિવ આવ્યા છે. આમાંથી 5 વિદ્યાર્થીઓ તો એવા છે કે જેઓ ગત 12 માર્ચના રોજ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત-ઈંગ્લેન્ડ વચ્ચેની ક્રિકેટ મેચ નિહાળવા ગયા હતા. સંસ્થાના કુલ 6 વિદ્યાર્થી મેચ જોવા ગયા હતા જેમાંથી 5નો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા કેમ્પસમાં હાહાકાર મચી ગયો હતો. 5 વિદ્યાર્થીઓએ પરીક્ષામાં બેસવા માટે માહિતી છુપાવી હોવાનું બહાર આવ્યું છે. આમ, મેચમાં વધુને વધુ પ્રેક્ષકો ભેગા કરવાની ગુજરાત ક્રિકેટ એસોસિયેશન (GCA)ની લ્હાયમાં અમદાવાદ IIM જેવી સંસ્થાના કુશાગ્ર વિદ્યાર્થીઓની જિંદગી દાવ પર લાગી છે.

અમદાવાદ IIMના 6 વિદ્યાર્થીઓ મેચ જોવા ગયા હતા. આમાંથી 5 વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ આવ્યા હતા. અત્યાર સુધીમાં કુલ 40 કેસ પોઝિટિવ આવ્યા હોવાનું સામે આવ્યું છે. AMCમાં ડોમ ઉપર ચેકીંગ કરતા પરંતુ પોતાના વતનના સરનામાં સાથે ટેસ્ટ કરાવતાં હતા. ટેસ્ટ પોઝિટિવ આવ્યા હોવાની માહિતી બાદ બાકીના વિદ્યાર્થીઓના ગુરુવારે ચેકીંગ હાથ ધરાયા હતા. જેમાં 17 વિદ્યાર્થી પોઝિટિવ આવ્યા હતા. કોરોના ટેસ્ટ કરતાં બે પ્રોફેસર પણ પોઝિટિવ આવ્યા છે. અમદાવાદ IIM કેમ્પસમાં 10થી વધુ ડોમને માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરવામા આવ્યા છે.

ગુજરાતમાં કોરોના હવે પીક પર આવી ગયો છે. રાજ્યમાં આજે ઓલટાઈમ ન્યુ હાઈ 1,961 નવા કેસ નોંધાયા છે, છેલ્લા બે દિવસથી 1700થી વધારે કેસ નોંધાઈ રહ્યા છે. જેમાં 24 માર્ચે 1,790 કેસ નોંધાયા હતા. રાજ્યમાં એક્ટિવ કેસનો આંકડો 9 હજારને પાર થયો છે. જ્યારે છેલ્લા ચોવીસ કલાકમાં 1405 દર્દી સાજા થઈને ઘરે પરત ફર્યા છે. જ્યારે સુરત શહેરમાં 4, મહીસાગરમાં 2 અને અમદાવાદ શહેરમાં 1 મળી કુલ 7 દર્દીના મોત સાથે મૃત્યુઆંક 4,473 થયો છે. ગઈકાલે નવા વર્ષમાં પહેલીવાર 8 દર્દીના મોત નોંધાયા હતા.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x