રમતગમતને પ્રોત્સાહન આપીને ઓડિશાએ મેળવ્યો દાયકાનો શ્રેષ્ઠ સ્પોર્ટ્સ અવોર્ડ
ઓડિશાને રવિવારે રમતગમતના પ્રોત્સાહન માટે દાયકાનો સર્વશ્રેષ્ઠ એવોર્ડ આપવામાં આવ્યો હતો. વિખ્યાત સ્પોર્ટ્સ મેગેઝિન સ્પોર્ટસસ્ટારે (Sportstar) 2011 થી 2020 સુધીમાં રમતોને પ્રોત્સાહન આપવા બદલ ઓડિશાને દાયકાનો શ્રેષ્ઠ એવોર્ડ આપ્યો છે. દાયકાના સર્વશ્રેષ્ઠ એવોર્ડ માટે ઓડિશાને “Sportstar Aces Award” મળ્યો છે. ઓડિશાના મુખ્યપ્રધાન કાર્યાલયે આ માહિતી આપી છે.
આ અવોર્ડ ઓડિશાની 4.5 કરોડ જનતાને સમર્પિત : મુખ્યપ્રધાન પટનાયક
એવોર્ડ મળ્યા પછી મુખ્યપ્રધાન નવીન પટનાયકે કહ્યું, ”હું આ એવોર્ડ ઓડિશાની 4.5 કરોડ જનતાને અને ખાસ કરીને યુવાનોને સમર્પિત કરું છું.” મુખ્યપ્રધાન પટનાયકે ‘સ્પોર્ટ ફોર યુથ એન્ડ યુથ ફોર ફ્યુચર’ ના નારા દ્વારા યુવાનોને વધુમાં વધુ રમતોમાં ભાગ લેવા હાકલ કરી હતી. તેમણે યુવાઓને દરેક ક્ષેત્રમાં નામ રોશન કરવા અપીલ કરી છે.
એમ એમ સૌમ્યાના હસ્તે અપાયો અવોર્ડ
દેશના જાણીતા હોકી સ્ટાર તેમજ ઓલમ્પિક ખેલાડી એમ એમ સૌમ્યા દ્વારા રાજ્યના જાહેર સેવા ભવન ખાતે આયોજિત એક વિશેષ કાર્યક્રમમાં મુખ્યપ્રધાન નવીન પટનાયકને આ એવોર્ડ એનાયત કરાયો હતો. મુખ્યપ્રધાન પટનાયકે ઓડિશાના લોકો વતી એવોર્ડ માટે ગર્વની લાગણી અનુભવું છું. રમતોને પ્રોત્સાહન આપવા માટે ઓડિશાને શ્રેષ્ઠ રાજ્ય તરીકે પસંદ કરવા બદલ મુખ્યપ્રધાન પટનાયકે સુનીલ ગાવસ્કરની અધ્યક્ષતાવાળી પસંદગી સમિતિનો આભાર માન્યો હતો. તેમણે કહ્યું કે ટેલિવિઝન અને ઇન્ટરનેટના યુગ પહેલા રમતગમત ક્ષેત્ર ઘણા દાયકાઓથી પ્રેરણારૂપ બન્યું છે.
ઓડિશાએ સ્પોર્ટ્સ માટે સાનુકુળ વાતાવરણ આપ્યું : વિશ્વનાથ આનંદ
વિશ્વ ચેસ ચેમ્પિયન વિશ્વનાથ આનંદે કહ્યું કે ઓડિશાએ સ્પોર્ટ્સ માટે સાનુકુળ વાતાવરણ આપ્યું છે. સ્પોર્ટ્સમાં સૌથી અગત્યની વાત છે ગ્રાઉન્ડ લેવલ પર સુવિધાઓ પૂરી પાડવી, કારણ કે કોઈ રમતમાં કોઈ ખેલાડી ટોચ પર પહોચીને ચેમ્પિયન બને છે, તેની શરૂઆત પણ ગ્રાઉન્ડ લેવલ પરથી જ થાય છે. વિશ્વનાથે વધુમાં કહ્યું કે છેલ્લા કેટલાક વર્ષોથી ઓડિશાએ રમતગમત ક્ષેત્રે ખુબ સારું કામ કર્યું છે. આ દરેક રાજ્યનું કર્તવ્ય છે, પણ ઓડિશાએ સ્પોર્ટ્સ માટે મહત્વનો સમય અને સુવિધાઓ પુરા પાડ્યા છે.