ગુજરાતરાષ્ટ્રીયવેપાર

HDFC બેન્કે હોળી પર આપી ખુશ-ખબરી જાણો કોને મળશે ફાયદો

પ્રાઇવેટ સેક્ટરમાં એચડીએફસી બેંકે વરિષ્ઠ નાગરિકોને ખુશ-ખબરી આપી છે. બેંક દ્નારા એક વાર ફરી સ્પેશલ એફડી સ્કીમની તારીખને વધારવામાં આવી છે. બેંક તરફથી વરિષ્ઠ નાગરિકો માટે એક સ્પેશલ એફડી સ્કીમની સુવિધા ઉપલબ્ધ કરાવામાં આવી છે. બેંક સીનિયર સિટીજન્સને આ સ્કીમમાં ઉંચા દર પર વ્યાજ આપે છે. આપને જણાવી દઇએ કે કોરોના મહામારીમાં 18 મેં 2020ના રોજ બેંક તરફથી આ સુવિધા શરુ કરવામાં આવી હતી. જેેને વધારીને 20 જૂન 2021 કરવામાં આવી છે. એટલે કે 30 જૂન સુધી વધેલા વ્યાજનો ફાયદો મળશે. એચડીએફસી બેંક આ જમા રાશિ પર 75 બેસિસ પોઇન્ટ વધારે પ્રદાન કરે છે. જો કોઇ વરિષ્ઠ નાગરિક એચડીએફસી બેંકના સીનિયર સિટીઝન કેયર એફડી અંતર્ગત પૈસા જમા કરાવે છે તો એફડી પર લાગુ વ્યાજ દર 6.25 ટકા હશે. આ દર 13 નવેમ્બર 2020થી લાગુ છે.

30 જૂન સુધી મળશે ફાયદો

HDFCની બેંકની વેબસાઇટ પ્રમાણે 18 મે થી 30 જૂન સુધી સ્પેશલ ડિપોઝિટ ઓફર દરમ્યાન વરિષ્ઠ નાગરિકોને 0.25 ટકા અતિરિક્ત પ્રીમિયમ (હાલના 0.50ટકા પ્રીમિયમથી વધારે) આપવામાં આવશે.જે અંતર્ગત ફિક્સ ડિપોઝિટ 5 કરોડ રુપિયાથી ઓછુ અને 5 વર્ષ એક દિવસથી 10 દિવસ સુધી કરવાનું રહેશે.

કેટલું મળશે એફડી પર વ્યાજ 

એચડીએફસી બેંક 7 દિવસ અને 29 દિવસ વચ્ચે જમા પર 2.50 ટકા વ્યાજ આપે છે અને 30-90 દિવસમાં પરિપક્વ થનારી જમા રાશિ પર 3 ટકા વ્યાજ મળે છે.આ સિવાય 91 દિવસથી 6 મહિના વાળી એફડી પર 3.5 ટકા અને 6 મહીના 1 દિવસથી એક વર્ષથી ઓછી એફડી પર 4.4 ટકાના દરથી વ્યાજ મળે છે. એક વર્ષમાં એફડી મેચ્યોર કરવા પર બેંક 4.9 ટકાનું વ્યાજ આપે છે. એક વર્ષ અને બે વર્ષમાં પરિપક્વ થનારી જમા 4.9 ટકાનો વ્યાજ દર મળે છે. 2 થી 3 વર્ષમાં પરિપક્વ થનારી એફડી પર 5.15 ટકા છે. 3થી5 વર્ષ સુધી 5.30 ટકા વ્યાજ મળે છે. 5 વર્ષથી 10 વર્ષ સુધી પરિપક્વ અવધિ સાથે જમા 5.50 ટકા વ્યાજ મળશે. આપને જણાવી દઇએ આ દર 13 નવેમ્બથી પ્રભાવી છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x