Post Views: 67
ગુજરાતમાં કોરોના વાયરસે ફરી એકવાર ઉથલો માર્યો છે. દિવસે ને દિવસે કોરોના વાયરસ જાણે તોફાની બેટિંગ કરી રહ્યો હોય તેમ દરરોજના 2000થી વધારે કેસો નોંધાઈ રહ્યાં છે. કોરોનાના આ કહેર વચ્ચે ધોરણ 12ની વિજ્ઞાન પ્રવાહની પ્રેક્ટિકલની પરીક્ષા હાલ ચાર મહાનગરોમાં રદ્દ કરવામાં આવી છે.
કોરોના વાયરસ છેલ્લા કેટલાક સમયથી રાજ્યમાં ફરી હાહાકાર મચાવી રહ્યો છે ત્યારે શાળાની પરીક્ષાઓ યોજવી કેટલી વ્યાજબી? વિદ્યાર્થીઓની સુરક્ષાનું શું? આ તમામ ઉદ્દાને લઈને પરીક્ષા યોજવાને લઈને હોબાળો મચ્યો હતો. આખરે આ પરીક્ષા હાલ મૌકુફ રાખવામાં આવી છે. નવી તારીખોની જાહેરાત કરવામાં આવશે.
ધોરણ 12ના વિજ્ઞાન પ્રવાહની પ્રેક્ટિકલની પરીક્ષાઓ જાહેર કરવામાં આવી હતી. પરંતુ એક તરફ કોરોના વાયરસના કેસ કુદકે ને ભુસકે વધી રહ્યાં છે ત્યારે આ મામલે ભારે હોબાળો મચ્યો હતો. વિદ્યાર્થીઓના વાલીજનોને તેમના વ્હાલસોયાની ચિંતા સતાવી રહી છે. જેથી આખરે ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહની પ્રેક્ટિકલની પરીક્ષા 8 મહાનગરના 847 કેન્દ્ર પર સ્થગિત કરી દેવામાં આવી છે.
રાજ્યના અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં શહેરમાં પ્રેક્ટિકલની પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે. આ ઉપરાંત રાજ્યના અન્ય ચાર મહાનગરો ભાવનગર, ગાંધીનગર, જામનગર અને જુનાગઢમાં પણ ધોરણ 12ના વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાઓ હાલ મૌકુફ રાખવામાં આવી છે. સૌથી વધુ સુરત શહેરના 189 સેન્ટર પર પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે.