ગાંધીનગર

ગાંધીનગર : મનપાની ચૂંટણી ટાણે જ શહેરના પૂર્વ મેયરના ઘર પાસેથી દારૂ વેચતા બુટલેગરને પકડતા ખળભળાટ

ગાંધીનગર :
ગાંધીનગર મહાનગરપાલિકાની ચુંટણી આવતી ૧૮ મી એપ્રિલે યોજાવાની છે ત્યારે શહેરના પૂર્વ મહિલા મેયર નાં સેક્ટર-22નાં ઘરની એકદમ બાજુમાં આવેલ નવકાર ફ્લેટ પાસે વિદેશી દારૂની ડીલીવરી આપવા માટે આવેલા વાસણીયા મહાદેવના નામચીન બૂટલેગરને સેક્ટર-21 પોલીસે રંગે હાથ ઝડપી લઇ કુલ છ નંગ દારૂના ક્વાર્ટર જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. થોડા વખત અગાઉ પણ આ બુટલેગર આજ વિસ્તારમાં વિદેશી દારૂની હેરાફેરી કરતો ઝડપાયો હતો.
ગાંધીનગર સેક્ટર-21 પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ મહાવીરસિંહ કુબેરસિંહ સ્ટાફના માણસો સાથે પ્રોહીબીશન ડ્રાઈવ અંતર્ગત ખાનગી વાહનમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા, તે દરમિયાન સેક્ટર-22 નવકાર ફ્લેટની પાછળ ખુલ્લા મેદાનમાં એક બુટલેગર વિદેશી દારૂની ડીલીવરી આપવા માટે આવવાનો હોવાની ચોક્કસ બાતમી મળી હતી. જેના પગલે પોલીસે ખાનગી વાહનોમાં બેસી જૈન દેરાસર આગળ આવી વાહન ત્યાં મૂકીને વોચ ગોઠવી દીધી હતી.
તે દરમિયાન નવકાર ફ્લેટ પાસે ખુલ્લા મેદાનમાં એક ઈસમ તેના હાથમાં થેલો લઈને ઉભો હોવાનું જણાતા પોલીસે તેને કોર્ડન કરી લીધો હતો. હેડ કોન્સ્ટેબલ મહાવીર સિંહને માલુમ પડ્યું હતું કે ગાંધીનગરના વાસણીયા મહાદેવ ખાતે રહેતો નામચીન બુટલેગર તુષાર ભીખાભાઈ સાધુ પોતે જ ડીલીવરી કરવા માટે આવ્યો છે. જેને અગાઉ પણ આ જ વિસ્તારમાંથી રંગે હાથ ઝડપી લેવામાં આવ્યો હતો તે સમયે પણ પોલીસે ગુનો નોંધી દારૂનો ધંધો બંધ કરી દેવા કડક સુચના આપી હતી.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x