ગાંધીનગરગુજરાત

રાજ્યમાં કોરોના ફરી ઓલટાઈમ હાઈ, કુલ 2640 નવા કેસ નોંધાયા,

ગાંધીનગર :

ગુજરાતમાં કોરોના હવે હાહાકાર મચાવી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં 2640 નવા કેસ નોંધાયા છે. ગઈકાલે 2360 નવા કેસ નોંધાયા હતા. છેલ્લા 24 કલાકમાં 2015 દર્દીએ કોરોનાને મ્હાત આપી છે. અમદાવાદ, રાજકોટ અને સુરતમાં 3-3 તથા વડોદરા શહેર અને ભરૂચમાં 1-1 મળી કુલ 11 દર્દીના મોત થયાં છે.રાજ્યમાં મૃત્યુઆંક 4539એ પહોંચ્યો છે. અગાઉ ડિસેમ્બરના મધ્યમાં 15મીએ આટલા મોત નોધાયા હતા. રાજ્યમાં કોરોનાનો રિક્વરી રેટ 94.21 ટકા છે. સાથે જ રાજ્યમાં કોરોનાના એક્ટિવ કેસનો આંકડો 13 હજારને પાર થઈ ગયો છે.

13,559 એક્ટિવ કેસ અને 158 વેન્ટિલેટર પર

રાજ્યમાં છેલ્લા 41 દિવસથી નવા દર્દીની સંખ્યા વધુ અને ડિસ્ચાર્જ થનારા દર્દીની સંખ્યા ઓછી નોંધાઇ રહી છે. અગાઉ 20 ફેબ્રુઆરીએ નવા દર્દી કરતા સાજા થનારની સંખ્યા વધારે હતી. રાજ્યમાં અત્યાર સુધીમાં 3 લાખ 12 હજાર 748ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જ્યારે મૃત્યુઆંક 4,539 થયો છે. તેમજ અત્યાર સુધીમાં 2 લાખ 94 હજાર 650 દર્દી ડિસ્ચાર્જ થયા છે. એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ 13,559 એક્ટિવ કેસ છે, જેમાંથી 158 દર્દી વેન્ટિલેટર પર છે, જ્યારે 13,401 દર્દીની હાલત સ્થિર છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x