જો પરિસ્થિતિ આવી રહી તો રાજ્યમાં સંપૂર્ણ લોકડાઉન લગાડવું પડશે : CM ઠાકરે
મુંબઇ :
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે રાજ્યમાં કોરોનાની સ્થિતિની ગંભીરતાને ધ્યાને લેતા પ્રજાજોગ સંબોધન કર્યું હતું, જેમાં તેમણે જનતાને કોરોના સામે ધૈર્ય સાથે લડવાની વાત કરી હતી.
આ સાથે જ તેમણે વધુમાં કહ્યું કે, મહારાષ્ટ્રમાં હાલ લોકડાઉન લગાવવાનું કોઇ જ આયોજન નથી, કારણ કે આર્થિક સ્થિતિ વણસે છે. પરંતુ જેટલુ ઝડપથી કોરોનાના કેસ વધી રહ્યા છે તેના પરથી જોઇએ તો 15 દિવસમાં સંશાધનનો ખૂટી પડશે.
ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે જો પરિસ્થિતિ યથાવત રહેશે તો લોકડાઉન નકારી શકાય નહીં. તેમણે કહ્યું કે રાજ્યની પરિસ્થિતિ ડરામણી છે, પરંતુ આપણે સત્ય છુપાવી શકતા નથી. અમારી પાસે 2,20,000 આઇસોલેશન બેડ છે અને તેમાંથી 62% ભરેલા છે. આઇસોલેશન બેડ 20,000 છે, જેમાંથી 48 ટકા ભરાઈ ચૂક્યા છે. આ ઉપરાંત વેન્ટિલેટર પણ 30 ટકા ભરેલા છે. જો સ્થિતિ સમાન રહેશે, તો પછી આવતા 15 દિવસમાં અમારું માળખાકીય સુવિધા નબળી સાબિત થશે. જો આપણે પથારી વધારીએ, તો પણ ડોકટરો અને નર્સો ક્યાંથી લાવીશું . વધારે તેમણે જણાવ્યું કે આગામી ૧ ૨ દિવસમાં પરિસ્થિતિના આધારે પૂર્ણ લોકડાઉન લગાવવું કે નહીં તેનો નિર્ણય લેવામાં આવશે.