કોરોનાનો બેકાબુ થયો : દેશમાં નવા 92 હજારથી વધારે કેસ સામે આવ્યા
દેશમાં કોરોના સંક્રમણથી પરિસ્થિતિ ભયજનક બની રહી છે. છેલ્લા 24 કલાકમાં, 90 હજારથી વધારે નવા દર્દી મળ્યા છે અને મૃત્યુ આંક 500થી વધારે રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં 92,943 નવા દર્દી મળ્યા છે.. એની તુલનામાં ફક્ત 60,044 દર્દી સાજા થયા છે, જ્યારે આ મહામારીને કારણે 514 લોકો મૃત્યુ પામ્યા છે.
દેશમાં અત્યારસુધીમાં લગભગ 1.24 કરોડ લોકો આ મહામારીની ઝપેટમાં આવી ચૂક્યા છે. લગભગ 1.15 કરોડ લોકો સાજા થઈ ચૂક્યા છે. 1.64 લાખ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. 6.55 લાખ લોકો સારવાર લઈ રહ્યા છે. આ આંકડા covid19india.org પરથી લેવામાં આવ્યા છે.
મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યમાં અત્યારસુધી સૌથી વધુ 49,447 પોઝિટિવ મળી આવ્યા હતા. કોરોનાનાં વધતાં જોખમને ધ્યાનમાં લેતાં પુણેમાં આજથી એક સપ્તાહનું મિની લોકડાઉન લગાવવામાં આવ્યું છે. જે સાંજે 6 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યૂ રહેશે. શોપિંગ મોલ, સિનેમા હૉલ, રેસ્ટોરાં, ખાણી-પીણીની દુકાનો વગેરે બંધ રહેશે. માત્ર હોમ ડિલિવરીની જ મંજૂરી આપવામાં આવી છે. સ્કૂલ-કોલેજને 30 એપ્રિલ સુધી બંધ કરી દેવામાં આવી છે.
મધ્યપ્રદેશમાં કોરોના સંક્રમણની ગતિ 10.5% પહોંચી ગઈ છે. MPના ચાર મોટા શહેરો ભોપાલ, ઈન્દોર, જબલપુર અને ગ્વાલિયરની પરિસ્થિતી વધુ ખરાબ છે. અહીં સન્ડે લોકડાઉન અને નાઈટ કર્ફ્યૂ પણ નિષ્ફળ સાબિત થઈ રહ્યું છે. છેલ્લા 24 કલાકમાં ઈન્દોરમાં સૌથી વધુ 708 અને ભોપાલમાં 520 કેસ સામે આવ્યા હતા. CM શિવરાજસિંહ ચૌણાહે પોતાના તમામ કાર્યક્ર્મ રદ્દ કરીને ઈમરજન્સી બેઠક બોલાવી છે. સાંજ સુધીમાં વધુ કડક નિર્ણય લેવામાં આવી શકે છે. શુક્રવારે જબલપુરમાં પણ 200થી વધુ દર્દી મળ્યા હતા, જે 18 સપ્ટેમ્બર 2020 બાદ સૌથી વધુ છે. તો આ તરફ ગ્વાલિયરમાં પણ 120 લોકો પોઝિટિવ સામે આવ્યા હતા.