ગુજરાત

શહેરી વિસ્તારમાં કોરોનાને કાબૂમાં લેવા ગુજરાત સરકારે શુ લીધો મહત્વનો નિર્ણય, જાણો

રાજ્યમાં કોરોનાનું સંક્રમણ ઝડપથી વધી રહ્યું છે. સૌથી વધુ કોરોનાના કેસ મહાનગરોમાં નોંધાઇ રહ્યા છે. ત્યારે રાજ્ય સરકાર એક્શનમાં આવી છે. IAS કક્ષાના 8 અધિકારીને જવાબદારી સોંપી છે.

રાજ્ય સરકારે 8 મનપામાં વકરતી કોરોનાની સ્થિતિને લઇને મહત્વનો નિર્ણય કર્યો છે. અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા, જામનગર, ભાવનગર, જૂનાગઢ અને ગાંધીનગર મનપા માટે IAS કક્ષાના 8 અધિકારીને રાજ્ય સરકારે તાત્કાલિક અસરથી જવાબદારી સોંપી છે. કોવિડની તબીબી કામગીરીના નિરીક્ષણ, દેખરેખ, સંગલન અને આનુષાંગિક કામગીરી માટે જવાબદારી સોંપાઈ છે. મૂળ કામગીરી ઉપરાંત . વિવિધ જિલ્લાઓમાં કોવિડ કેર સેન્ટરમાં તબીબી કામગીરીનું સુપરવિઝનની વધારાની જવાબદારી સોંપવામાં આવી છે.

કયા અધિકારીને સોંપાઇ જવાબદારી

  1. ડૉ.મનીષ બંસલ IAS અમદાવાદ જિલ્લાની જવાબદારી
  2. દિનેશ રબારી નાયબ વનસરક્ષકને સુરતની જવાબદારી
  3. ડૉ.હર્ષિત ગોસાવી IAS વડોદરાની જવાબદારી
  4. અમિત યાદવ IAS ગાંધીનગરની જવાબદારી
  5. સ્તુતિ ચારણ IAS રાજકોટની જવાબદારી
  6. આર.આર.ડામોર GAS ભાવનગરની જવાબદારી
    7 આર.ધનપાલ IFS જામનગરની જવાબદારી
  7. ડૉ.સુનિલકુમાર બેરવાલ IFSને જૂનાગઢની જવાબદારી

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x