ગાંધીનગરગુજરાત

ભાડજથી જુગારધામ પકડાયું રૂ.21 લાખના મુદ્દામાલ સાથે 12 ઝડપાયાં

કલોલ-ગાંધીનગરઃ
અમદાવાદ નજીક ભાડજ સર્કલ પાસે સરકારી ખરાબાની જમીનમાં બાવળિયા નીચે ખુલ્લામાં ચાલતા જુગારના અડ્ડા ઉપર પોલીસે દરોડો પાડી 12 જુગારીઓને ઝડપી લીધા હતાં અને રોકડ રકમ, 10 વાહનો અને 18 મોબાઇલ મળી કુલ રૂ.20,97,505નો મુદ્દામાલ કબજે કરી તમામ જુગારીઓ સામે સાંતેજ પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.  સ્ટેટ મોનિટરીંગ સેલે ભાડજ રોડ ઉપર ચાલતા જુગારધામ દરોડો પાડ્યો હતો. ત્યારે ખુલ્લી જગ્યામાં શેતરંજી પાથરીને 30થી વધુ લોકો ટોળુ વળીને બેઠેલા નજરે પડ્યાં હતાં.
એકાએક દોડી આવેલી પોલીસને જોઇ ભારે નાસભાગ મચી હતી. ત્યારે પોલીસે દોડધામ કરી 9 જુગારીઓને ઝડપી લીધા હતાં.  દસ્ક્રોઇ તાલુકાના લપકામણ ગામના દિલીપભાઇ પટેલ અને કલોલ તાલુકાના વાસદડા ગામના રમણ ઠાકોરે ભેગામળી ભાડજ સર્કલ પાસે જુગારનો અડ્ડો તાજેતરમાં શરૂ કરાયો હતો.  તેનું સંચાલન દિલીપ પટેલનો પુત્ર જીગ્નેશ કરતો હતો. બહારથી માણસો બોલાવી બન્ને શખ્સોના મળતિયાઓ મારફતે જુગારધામ ચલાવાતુ હતું. પોલીસે દરોડો પાડ્યો ત્યારે દાવ ઉપર મુકાયેલી રૂ.45,700ની રોકડ અને જુગાર રમવા માટેની પત્તાની 7 કેટ તેમજ શંતરંજી મળી આવી હતી. જુગાર ધામ ઉપર લઇ જવા જુગારીઓને ભાડજ પાસે ગોપી ફાર્મ આગળ વાહનો મુકાવાતા હતાં. તે પાર્ક કરાયેલી કારનો કાફલો જોવા મળ્યો હતો.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x