સરકારે હાથ ઉંચા કરી લેતા સુરતમાં જનતા લોકડાઉનની માંગ સાથે ઠેર-ઠેર લાગ્યા બેનર
સુરત :
રાજ્યની ઔદ્યોગિક નગરી સુરતમાં કોરોનાના ઝડપથી ફેલાઈ રહેલા સંક્રમણને જાેતા વહીવટી તંત્રએ ભલે લૉકડાઉનની જાહેરાત ના કરી હોય, પરંતુ હાલની સ્થિતિમાં સેલ્ફ લૉકડાઉનની સ્થિતિ સર્જાઈ છે. શહેરમાં કોરોના સંક્રમણની ગંભીર સ્થિતિને જાેતા શહેરના વિવિધ ક્ષેત્રના યુવાઓ લોકોને જાગૃત કરવા માટે આગળ આવ્યા છે. સુરત લૉકડાઉન હેલ્પ ગ્રુપના યુવા સભ્યોએ શહેરના વિવિધ વિસ્તારોમાં બેનર લગાવીને લોકોને જાગૃત કરી રહ્યાં છે કે, “કામ વિના ઘરેથી બહાર ના નીકળો. આનાથી તમે કોરોનાથી બચશો.
કોરોના સંક્રમણને ફેલાતુ અટકાવવાના ભાગરુપે સુરત વહીવટી તંત્ર દ્વારા કડક પગલા લેવાઈ રહ્યાં છે, જેના કારણે લોકોને પણ હાલાકી ભોગવવી પડી રહી છે. આવી સ્થિતિમાં શહેરના યુવા વર્ગે સુરત લૉકડાઉન હેલ્પ ગ્રુપના માધ્યમથી લોકોને કોરોના અને વહીવટી તંત્રની સખ્તી પ્રત્યે જાગૃત કરવાનો ર્નિણય કર્યો છે. જે અંતર્ગ તેમણે શહેરના વિવિધ વિસ્તારોમાં જાગૃતતા સંદેશ સાથેના બેનર લગાવી રહ્યાં છે.
આ અંગે ગ્રુપના સભ્ય મોહિત છાબરાએ જણાવ્યું કે, કોરોનાથી બચવા માટે સુરત લૉકડાઉન હેલ્પ ગ્રુપ દ્વારા શહેરના સિટીલાઈટ, અલથાણ અને વેસૂ સહિતના વિવિધ વિસ્તારોમાં જનતા લૉકડાઉનના બેનર લગાવવામાં આવ્યા છે. જેમાં “ૈં જીેॅॅર્િં ત્નટ્ઠહંટ્ઠ ન્ર્ષ્ઠાર્ઙ્ઘુહ” સહિત અન્ય સુત્રો ટાંકવામાં આવ્યા છે. જે લોકોને ઘરમાં જ સુરક્ષિત રહેવાની જાણકારી આપી રહ્યાં છે.