આજે વિશ્વ ચકલી દિવસની ઉજવણી નિ:શુલ્ક માળાનું વિતરણ કરાશે
ગાંધીનગરઃ
આજે વિશ્વ ચકલી દિવસ છે. ઘરમાં ફોટો પાછળ રહેતી અને ચિચિયારી કરતી ચકલી છેલ્લા એક દાયકાથી લુપ્ત થઇ રહી છે. ખાસ કરીને મોબાઇલના આગમન અને રહેણાંક વિસ્તાર બદલાવ આવ્યો છે. ઘરની અંદર, ખુણે-ખાંચરે ગોખલામાં અને ટૂબલાઇટ ઉપર માળો બાંધીને રહેતી ચકલીની ઘટતી સંખ્યા શહેરની સ્વૈચ્છીક સંસ્થાઓએ અને પ્રકૃતિ પ્રેમીઓ ચિંતિત થયા છે. ત્યારે પ્રકૃતિ ક્ષત્રે કામકરતી હેપ્પી યુથ કલબ દ્વારા હેપ્પી સ્પેરો વિકની ઉજવણી કરની 1 હજાર નિ:શુલ્ક ચકલીના માળાઓનું નિ:શુલ્ક વિતરણ અને શહેરના જુદા જુદા 100 સ્થળાએ ચકલીના રહેવા માટે માળા મુકવામાં આવી રહ્યાં છે.
સંસ્થાના પ્રોજેક્ટ કો-ઓર્ડીનેટર રાજુભાઇ મકવાણાએ જણાવ્યું હતું કે, છેલ્લા પાંચ વર્ષથી ચકલીઓની સંખ્યા વધારવા માટે કાર્ય કરૂ છું. પાંચ વર્ષ પહેલા મારા ઘરમાં માળો બનાવવા ચકલી મથી રહી હતી. પરંતુ અચાનક તે પંખામાં આવતાં તેનું મોત થયું હતું. આ ઘટનાએ મારા હદયને હચમચાવી નાખ્યું હતું. ત્યારથી મેં નક્કી કર્યું કે ચકલી તથા તેના જેવા અન્ય નાના પક્ષીઓ ના સલામત વસવાટ માટે હું મારાથી બનતા તમામ પ્રયત્નો કરીશે. દર વર્ષે વિશ્વ ચકલી દિવસે નાગરિકોને નિ:શુલ્ક ચકલીઓના માળા વિતરણ કરૂ છું.