ગાંધીનગર

ગાંધીનગર જિલ્લાના વિવિધ ઓક્સિજન પ્લાન્ટ્સ ઉપર પુરવઠા અધિકારીની ટીમનું ચેકિંગ

કોરોના વધતાં કેસોથી હોસ્પિટલમાં ઓક્સિજનની સુવિધા મળતી રહે તે માટે સરકારે ઉત્પાદકોને 60 ટકા જથ્થો કોવિડના દર્દીઓ માટે અનામત રાખવા જણાવ્યુ છે. ત્યારે આ બાબતની ચકાસણી કરવા કલેક્ટર કુલદીપ આર્યની સુચનાથી જિલ્લા પુરવઠા અધિકારી અને તેમની ટીમ દ્વારા જિલ્લાના વિવિધ ઓક્સિજન પ્લાન્ટની ઓંચિતી મુલાકાત લેવાઈ હતી.

જિલ્લાના વહીવટી તંત્રની ટીમની આકસ્મિક મુલાકાત દરમ્યાન ઓક્સિજન પ્લાન્ટમાં ઉપલબ્ધ ઓક્સિજનનો સ્ટોક અને આવક-જાવક સ્ટોકની તપાસ કરવામાં આવી હતી. તેમજ ઓક્સિજનનો જથ્થો જેને આપવામાં આવ્યો છે, તેની ઉલટ તપાસ પણ કરવામાં આવી હતી.

કોરોના વધતાં કેસોને પગલે દર્દીઓ માટે હોસ્પિટલમાં ઓક્સિજનની સુવિધા મળતી રહે તે માટે સરકારે ઉત્પાદકોને 60 ટકા જથ્થો કોવિડ હોસ્પિટલના દર્દીઓ માટે અનામત રાખવાનું કહેવાય છે. ત્યારે આ બાબતની ચકાસણી કરવા કલેક્ટર કુલદીપ આર્યની સીધી સુચનાથી જિલ્લા પુરવઠા અધિકારી અને તેમની ટીમ દ્વારા જિલ્લામાં આવેલા વિવિધ ઓક્સિજન પ્લાન્ટની ઓંચિતી મુલાકાત લેવાઈ હતી. અને આ દરમિયાન વિવિધ પ્રકારની તપાસ કરવામા આવી હતી.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x