રાષ્ટ્રીય

દેશમાં છેલ્લા 24 કલાકમાં 169914 કેસ નોંધાયા છે. દેશમાં એક જ દિવસમાં નોંધાયેલા કેસની સૌથી મોટી સંખ્યા

દેશમાં કોરોનાના કેસ દરરોજ નવા રેકોર્ડ બનાવી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં 1લાખ 69 હજાર 914 કેસ નોંધાયા છે. દેશમાં એક જ દિવસમાં નોંધાયેલા કેસની આ સૌથી મોટી સંખ્યા છે. આ પહેલાં 10 એપ્રિલના રોજ 1 લાખ 52 હજાર 565 કેસ નોંધાયા હતા.

બીજી તરફ, નવા કેસની સાથે મૃત્યુઆંક પણ વધી રહ્યો છે. ગત દિવસે કોરોનાને કારણે 904 લોકોનાં મોત થયાં હતાં. છેલ્લા 6 મહિનામાં એક જ દિવસમાં પોતાનો જીવ ગુમાવનારામાં આ સૌથી મોટો આંક છે. આ પહેલાં ગયા વર્ષે 17 ઓક્ટોબરે સૌથી વધુ 1,032 લોકોનાં મોત થયાં હતાં.

એક્ટિવ કેસ એટલે કે કોરોનાની સારવાર લેતા દર્દીઓની સંખ્યા પણ આજે 12 લાખને પાર કરી જશે. પાછલા દિવસે એમાં 93,590નો વધારો થયો છે. આ સાથે એક્ટિવ કેસનો આંકડો 11 લાખ 95 હજાર 960 પર પહોંચ્યો છે.

અત્યારસુધીમાં 1.33 કરોડ લોકોને સંક્રમણ લાગ્યું
અત્યારસુધીમાં 1 કરોડ 33 લાખ 25 હજારથી વધુ લોકોને સંક્રમણ લાગ્યું છે, તેમાંથી 1 કરોડ 21 લાખ 53 હજાર લોકો સાજા થયા છે. 1 લાખ 70 હજાર 209 દર્દી મૃત્યુ પામ્યા છે. અત્યારસુધીમાં 10 કરોડથી વધુ લોકોને વેક્સિન આપવામાં આવી છે.

કોરોનાં અપડેટ્સ

  • કેન્દ્ર સરકારે કોરોના દર્દીઓને આપવામાં આવતાં ઈન્જેક્શન રેમડેસિવિરની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો છે. એને બનાવવા માટે વપરાતી વસ્તુઓની પણ નિકાસ કરવામાં આવશે નહીં. નવા કેસમાં અચાનક વધારો થવાને કારણે દેશભરમાં આ ઇન્જેક્શનની અછત ઊભી થઈ છે. આગામી દિવસોમાં માગમાં વધુ વધારો થવાની ધારણા છે.
  • કોરોનાથી સૌથી વધુ અસરગ્રસ્ત મહારાષ્ટ્ર દેશનું એવું પહેલું રાજ્ય બન્યું છે જ્યાં વેક્સિનના 1 કરોડ ડોઝ લગાવવામાં આવ્યા છે. રાજ્યના આરોગ્ય સચિવ પ્રદીપ વ્યાસે જણાવ્યું હતું કે અત્યારસુધી 1 કરોડ 38 હજારથી વધુ ડોઝ આપવામાં આવ્યા છે. વેક્સિનેશન અભિયાન અહીં 16 જાન્યુઆરીથી શરૂ થયું હતું.
  • દિલ્હીની કથળી રહેલી પરિસ્થિતિ જોઈને મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે શહેરમાં છેલ્લા 10-15 દિવસમાં કોરોના ખૂબ ઝડપથી ફેલાઈ રહ્યો છે, અહીં કોરોનાની ચોથી લહેર છે. છેલ્લા 24 કલાકમાં 10,732 કેસો સામે આવ્યા છે, પરિસ્થિતિ ખૂબ જ ચિંતાજનક છે. અમે લોકડાઉન લાદવા માગતા નથી, પરંતુ શનિવારે સરકારે કેટલાક પ્રતિબંધો અમલમાં મૂકવાનો આદેશ આપ્યો છે. આ વખતની પીક નવેમ્બરથી જોખમી છે.

મુખ્ય રાજ્યોની પરિસ્થિતિ…

1. મહારાષ્ટ્ર
રવિવારે અહીં 63,294 નવા દર્દી મળી આવ્યા હતા. 34,008 દર્દી સ્વસ્થ થયા અને 349 લોકો મૃત્યુ પામ્યા. રાજ્યમાં અત્યારસુધીમાં 34.07 લાખ લોકોને સંક્રમણ લાગ્યું છે, તેમાંથી 27.82 લાખ લોકો સાજા થયા છે, જ્યારે 57,987 મૃત્યુ પામ્યા છે. હાલમાં અહીં લગભગ 5.65 લાખ લોકોની સારવાર કરવામાં આવી રહી છે.

2. ઉત્તરપ્રદેશ
અહીં રવિવારે 15,353 લોકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો. 2,769 લોકો સાજા થયા અને 67 લોકો મૃત્યુ પામ્યા. અહીં અત્યારસુધીમાં 6.92 લાખ કેસ નોંધાઈ ચૂક્યા છે, તેમાંથી 6.11 લાખ સાજા થઈ ચૂક્યા છે, જ્યારે 9,152 દર્દી મૃત્યુ પામ્યા હતા. અહીં 71,241 દર્દી સારવાર લઈ રહ્યા છે.

3. દિલ્હી
રવિવારે રાજ્યમાં 10,774 લોકોને કોરોના સંક્રમણ લગાયું હતું. 5,158 લોકો સાજા થયા અને 48 લોકો મૃત્યુ પામ્યા. અહીં અત્યારસુધીમાં 7.25 લાખ લોકોને સંક્રમણ લાગ્યું છે, તેમાંથી 6.79 લાખ લોકો સાજા થઈ ચૂક્યા છે, જ્યારે11,283 દર્દીએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. અહીં 34,341 દર્દી સારવાર લઈ રહ્યા છે.

4. છત્તીસગઢ
રવિવારે રાજ્યમાં 10,521 લોકો કોરોના પોઝિટિવ મળી આવ્યા હતા. 82 લોકોનાં મોત થયાં. રાજ્યમાં અત્યારસુધીમાં 4.43 લાખ લોકોને સંક્રમણ લાગ્યું છે, તેમાંથી 3.48 લાખ લોકો સાજા થયા છે, જ્યારે 4,899 દર્દી મૃત્યુ પામ્યા છે. 90,277 દર્દી સારવાર લઈ રહ્યા છે. અહીં એક્ટિવ રેટ દેશમાં સંક્રમણની તુલનામાં સૌથી વધુ છે. હાલમાં અહીં 18.4% એક્ટિવ દર્દીની સારવાર કરવામાં આવે છે.

5. મધ્યપ્રદેશ
રવિવારે રાજ્યમાં 5,939 લોકો કોરોના પોઝિટિવ મળી આવ્યા હતા. 3,306 લોકો સાજા થયા અને 24 લોકો મૃત્યુ પામ્યા. અહીં સુધીમાં 3.38 લાખ લોકોને સંક્રમણ લાગ્યું છે, તેમાંથી 2.98 લાખ લોકો સાજા થયા છે, જ્યારે 4,184 દર્દીએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. 35,316 દર્દી સારવાર લઈ રહ્યા છે.

6. ગુજરાત
રવિવારે રાજ્યમાં 5,469 લોકોને કોરોના સંક્રમણ લાગ્યું હતું. 2,976 લોકો સાજા થયા અને 54 લોકો મૃત્યુ પામ્યા. અહીં અત્યારસુધીમાં 3.47 લાખ લોકો મહામારીની ઝપેટમાં આવી ચૂક્યા છે, તેમાંથી 3.15 લાખ લોકો સાજા થઈ ચૂક્યા છે, જ્યારે 4800 દર્દીનાં મોત નીપજ્યાં હતાં. અહીં 27,568 દર્દી સારવાર લઈ રહ્યા છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x