ગુજરાત

અમદાવાદની તમામ કોવિડ હોસ્પિટલને AMCએ આપ્યો આ આદેશ, જાણો.

અમદાવાદમાં કોરોનાનું સંક્રમણ વધતા મહત્વનો નિર્ણય કર્યો છે. જેમાં ખાનગી કોવિડ ડેઝિગ્નેટેડ હોસ્પિટલમાં 20 ટકા AMC ક્વોટા લાગૂ કરાયો છે. કોવિડ ડેઝિગ્નેટેડ હોસ્પિટલોમાં 20 ટકા AMC ક્વોટાના બેડ રિઝર્વ રહેશે. જેને 108 એમ્બ્યુલન્સથી 20 ટકા બેડ ભરવામાં આવશે. તમામ કોવિડ હોસ્પિટલો માટે AMCએ પરિપત્ર જાહેર કર્યો છે.

આ સાથે અમદાવાદના યુનિવર્સિટી કન્વેન્શન હોલ પાસે કોવિડ કેર શરૂ થશે. 900 બેડની વ્યવસ્થા સાથે કોવિડ કેર ઉભું કરાશે. કન્વેન્શન હોલ ખાતે કોવિડ કેર માટેની તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે. કન્વેન્શન હોલમાં બેડ મૂકીને તૈયારી શરૂ કરી દીધી છે. 900 બેડનું કોવિડ કેર ઉભુ કરવાની CM રૂપાણીએ જાહેરાત કરી હતી. CMના આદેશ બાદ તંત્ર દોડતું થયું છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x