રમતગમત

ક્રિકેટર મહેન્દ્ર સિંહ ધોનીનાં માતા અને પિતા કોરોના પોઝિટિવ

ક્રિકેટર મહેન્દ્ર સિંહ ધોનીનાં માતા અને પિતા કોરોના પોઝિટિવ આવ્યાં છે. તેમને રાંચીની પલ્સ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે. ધોની હાલ ઈન્ડિયન પ્રીમિયર લીગ(IPL)માં રમી રહ્યો છે. કોવિડ-19નો સતત ફેલાવો થઈ રહ્યો છે. ઝારખંડ પણ એનાથી અળગું નથી. અહીં પણ કોવિડ સંક્રમિતોનો આંકડો સતત વધી રહ્યો છે.

હજી સંક્રમણ ફેફસાં સુધી પહોંચ્યું નથી
ઈન્ટરનેશનલ ક્રિકેટર મહેન્દ્ર સિંહ ધોનીના પિતા પાન સિંહ ધોની અને માતા દેવકી દેવી કોરોનાથી સંક્રમિત થયાં છે. બંનેને હાલ રાંચીની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે. ડોક્ટર્સના જણાવ્યા મુજબ, બંનેની સ્થિતિ હાલ સારી છે. તેમનું ઓક્સિજન લેવલ પણ હાલ સામાન્ય છે. સીટી સ્કેન કરાવવામાં આવ્યો છે, જેમાં જાણવા મળ્યું છે કે હજી સંક્રમણ ફેફસાં સુધી પહોંચ્યું નથી.

પિતા 1964માં રાંચી સ્થિત મેકોનમાં જુનિયર પદ પર નોકરી મળ્યા પછી ઝારખંડમાં રહેવા લાગ્યા
ધોનીનો પરિવાર ઉત્તરાખંડનો છે. તેમના પિતા પાન સિંહ 1964માં રાંચી સ્થિત મેકોનમાં જુનિયર પદ પર નોકરી મળ્યા પછી ઝારખંડમાં રહેવા લાગ્યા. ઝારખંડમાં કોરોનાવાયરસના સંક્ટ અંગે રાજ્યના મુખ્યમંત્રી હેમંત સોરેને રાજ્યમાં 22 એપ્રિલના સવારે 6ઃ00 વાગ્યાથી 29 એપ્રિલના સવારના 6ઃ00 વાગ્યુ સુધી સ્વાસ્થ્ય સુરક્ષા સપ્તાહની જાહેરાત કરી છે. આ દરમિયાન લોકડાઉન જેવા પ્રતિબંધો રહેશે.

છેલ્લા 24 કલાકમાં 2 લાખ 94 હજાર 11 લોકો સંક્રમિત થયા ​​​​
મંગળવારે કોરોનાના આંકડાઓએ એક નવો રેકોર્ડ બનાવ્યો છે. પ્રથમ વખત એક દિવસની અંદર સૌથી વધુ નવા કેસ નોંધાયા છે. આ સિવાય સૌથી વધુ મૃત્યુ થયાં અને સાજા થનારાઓનો પણ રેકોર્ડ બન્યો. છેલ્લા 24 કલાકમાં 2 લાખ 94 હજાર 11 લોકો સંક્રમિત થયા છે. ગત વર્ષે શરૂઆતથી લઈને અત્યારસુધીમાં એક દિવસમાં મળનારા દર્દીઓનો આ સૌથી મોટો આંકડો છે.

આ 24 કલાકમાં સંક્રમણથી 2020 લોકોએ જીવ ગુમાવ્યો છે. આ પહેલાં સપ્ટેમ્બરમાં એક દિવસમાં 2004 મૃત્યુ નોંધાયાં હતાં. જોકે એ વખતે કેટલાક જૂના મૃત્યુના આંકડા પણ તેમાં જોડવામાં આવ્યા હતા. આ બધાની વચ્ચે રાહતની વાત એ છે કે 24 કલાકમાં 1 લાખ 66 હજાર 520 લોકો સાજા થયા. રિકવરીનો આ આંકડો અત્યારસુધીની સૌથી વધુ છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x