એક દિવસની અંદર સૌથી વધુ નવા કેસ નોંધાયા સૌથી વધુ મૃત્યુ થયાં અને સાજા થનારાઓનો પણ રેકોર્ડ બન્યો
મંગળવારે કોરોનાના આંકડાઓએ એક નવો રેકોર્ડ બનાવ્યો છે. પ્રથમ વખત એક દિવસની અંદર સૌથી વધુ નવા કેસ નોંધાયા છે. આ સિવાય સૌથી વધુ મૃત્યુ થયાં અને સાજા થનારાઓનો પણ રેકોર્ડ બન્યો. છેલ્લા 24 કલાકમાં 2 લાખ 94 હજાર 11 લોકો સંક્રમિત થયા છે. ગત વર્ષે શરૂઆતથી લઈને અત્યારસુધીમાં એક દિવસમાં મળનારા દર્દીઓનો આ સૌથી મોટો આંકડો છે.
આ 24 કલાકમાં સંક્રમણથી 2020 લોકોએ જીવ ગુમાવ્યો છે. આ પહેલાં સપ્ટેમ્બરમાં એક દિવસમાં 2004 મૃત્યુ નોંધાયાં હતાં. જોકે એ વખતે કેટલાક જૂના મૃત્યુના આંકડા પણ તેમાં જોડવામાં આવ્યા હતા. આ બધાની વચ્ચે રાહતની વાત એ છે કે 24 કલાકમાં 1 લાખ 66 હજાર 520 લોકો સાજા થયા. રિકવરીનો આ આંકડો અત્યારસુધીની સૌથી વધુ છે.
દેશમાં કોરોના મહામારીનો આંકડો
છેલ્લા 24 કલાકમાં નવા કેસ આવ્યાઃ 2.94 લાખ
છેલ્લા 24 કલાકમાં કુલ મૃત્યુઃ 2020
છેલ્લા 24 કલાકમાં કુલ સાજા થયાઃ 1.66 લાખ
અત્યારસુધીમાં કુલ સંક્રમિત થયાઃ 1.56 કરોડ
અત્યારસુધીમાં સાજા થયાઃ 1.32 કરોડ
અત્યારસુધીમાં કુલ મૃત્યુઃ 1.82 લાખ
હાલ સારવાર કરાવી રહેલા દર્દીઓની કુલ સંખ્યાઃ 21.50 લાખ
11 રાજ્યમાં બેકાબૂ થઈ સ્થિત
મહારાષ્ટ્ર, દિલ્હી, ઉત્તરપ્રદેશ સહિત 11 રાજ્યમાં સ્થિતિ નિયંત્રણની બહાર જઈ રહી છે. આ રાજ્યોમાં રેકોર્ડ લોકો સંક્રમિત થઈ રહ્યા છે. મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં 62,097, ઉત્તરપ્રદેશમાં 29,574, દિલ્હીમાં 28,395, કેરળમાં 19,577, કર્ણાટકમાં 21,794, છત્તીસગઢમાં 15,625, રાજસ્થાનમાં 12,201, મધ્યપ્રદેશમાં 12,727, ગુજરાતમાં 12,206, તામિલનાડુમાં 10,986, બિહારમાં 10,455 લોકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
અગ્રણી રાજ્યોની સ્થિતિ
1. મહારાષ્ટ્ર
અહીં મંગળવારે 62,097 નવા દર્દીઓ મળ્યા. 54,224 દર્દીઓ સાજા થયા અને 519નાં મૃત્યુ થયાં. રાજ્યમાં અત્યારસુધી 39.60 લાખ લોકો આ મહામારીથી સંક્રમિત થયા છે, તેમાં 32.13 લાખ લોકોની સારવાર ચાલી રહી છે.
2. ઉત્તરપ્રદેશ
અહીં મંગળવારે 29,574 લોકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો. 14391 લોકો રિકવર થયા અને 162નાં મૃત્યુ થયાં. અત્યારસુધીમાં અહીં 9.09 લાખ લોકો સંક્રમિત થયા છે, તેમાંથી 6.75 લાખ લોકો સાજા થઈ ચૂક્યા છે, જ્યારે 10159 દર્દીનાં મોત થયાં છે. 2.23 લાખ દર્દીની સારવાર ચાલી રહી છે.
3. દિલ્હી
રાજ્યમાં મંગળવારે 28395 લોકો કોરોના સંક્રમિત થયા છે. 19430 લોકો રિકવર થયા અને 227નાં મૃત્યુ થયાં. અત્યારસુધીમાં અહીં 9.05 લાખ લોકો સંક્રમિત થયા છે, તેમાં 8.07 લાખ સાજા થઈ ચૂક્યા છે, જ્યારે 12638 દર્દીનાં મૃત્યુ થયાં છે. 85575 દર્દી એવા છે, તેમની સારવાર ચાલી રહી છે.
4. છત્તીસગઢ
રાજ્યમાં મંગળવારે 15625 લોકો કોરોના સંક્રમિત થયા છે. આ દરમિયાન 18746 લોકો સાજા થયા અને 191નાં મૃત્યુ થયાં. રાજ્યમાં 1.25 લાખ લોકોની સારવાર ચાલી રહી છે. કુલ 4.42 લાખ લોકો સાજા થઈ ચૂક્યા છે, જ્યારે કુલ મોતનો આંકડો 6274એ પહોંચી ગયો છે.
5. મધ્યપ્રદેશ
રાજ્યમાં મંગળવારે 12727 લોકો કોરોના સંક્રમિત થયા. 8937 લોકો રિકવર થયા અને 77નાં મૃત્યુ થયાં. અત્યારસુધીમાં અહીં 4.33 લાખ લોકો સંક્રમિત થયા છે, તેમાંથી 3.50 લાખ લોકો સાજા થઈ ચૂક્યા છે. 4712 દર્દીએ જીવ ગુમાવ્યો છે. 78271 દર્દીની સારવાર ચાલી રહી છે.
6. ગુજરાત
રાજ્યમાં મંગળવારે 12206 લોકો કોરોના સંક્રમિત થયા છે, 4339 લોકો રિકવર થયા અને 121નાં મૃત્યુ થયાં. અત્યારસુધીમાં 4.28 લાખ લોકો સંક્રમિત થયા છે, તેમાં 3.46 લાખ લોકો સાજા થઈ ચૂક્યા છે, જ્યારે 5615 દર્દીનાં મૃત્યુ થયાં છે. 76500 દર્દી એવા છે, જેમની સારવાર ચાલી રહી છે.