દેશમાં છેલ્લા 24 કલાકમાં 3.32 લાખ નવા કોરોના કેસ નોંધાયા
ભારતમાં કોરોનાનો કહેર યથાવત છે. સતત બીજા દિવસે 3 લાખથી વધારે અને અત્યાર સુધીના સૌથી વધારે નવા કેસ મળી આવ્યા છે. વર્લ્ડોમીટર મુજબ ગુરુવારે 12 વાગ્યા સુધીમાં 24 કલાકમાં ભારતમાં 332, 503 નવા કોરોનાના સંક્રમિત મળ્યા. આ દરમિયાન 2256 કોરોના દર્દીના મોત થયા છે. ઉલ્લેખનીય છે કે કોરોનાના મામલાઓએ દુનિયાભરનો રેકોર્ડ તોડી નાંખ્યો છે.
મહામારીની શરુઆતથી લઈને અત્યાર સુધી એક દિવસમાં આવતા કેસનો વૈશ્વિક રેકોર્ડ ભારતમાં 3.14 લાખ સાથે બુધવારે નોંધાયો હતો. સતત 7 દિવસથી દરરોજ કોરોનાના દર્દીના મોતની સંખ્યાએ પણ રેકોર્ડ તોડી રહી છે. મરનારાની કુલ સંખ્યા 1,86,927 થઈ ગઈ છે. કોરોનાના કુલ સંખ્યા વધીને 1,62,57,164 થઈ ગઈ છે. દેશમાં એક્ટિવ કેસની સંખ્યા 24,21,970 પર પહોંચી ગઈ છે. આ કુલ સંક્રમિતોની સંખ્યા 14.9 ટકા છે.
કોરોના સંક્રમિત લોકોની સાથે સાજા થનારાનો દર 83. 9 ટકા થઈ ગયો છે. આંકડામાં જણાવ્યાનુસાર આ બિમારીથી સાજા થનારાની સંખ્યા 1,36,41,572 થઈ છે. કોરોનાથી રાષ્ટ્રીય સ્તર પર મૃત્યુદર ઘટીને 1.1 ટકા થઈ ગયો છે.
8 રાજ્યોમાં સાડા 74 ટકા મોત
દેશમાં 24 કલાક દરમિયાન સૌથી વધારે મોત 568 મહારાષ્ટ્રમાં થઈ. આ બાદ દિલ્હીમાં 306, છત્તીસગઢમાં 207, ઉત્તર પ્રદેશમાં 195, ગુજરાતમાં 137, કર્ણાટકામાં 123, પંજાબમાં 75 અને મધ્ય પ્રદેશમાં 75 લોકોના મોત થયા હતા. આ 8 રાજ્યોમાં કુલ 1686 મોત થયા છે. જે કુલ 2255 મોતના 74.76 ટકા છે.