આરોગ્યગાંધીનગરગુજરાત

ગાંધીનગર હેલિપેડ ખાતે 1200 બેડની હોસ્પિટલ શરૂ થશે : અમિત શાહે કરી જાહેરાત

અમદાવાદ :
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદમાં GMDC ગ્રાઉન્ડ ખાતે DRDO દ્વારા ઉભી કરવામાં આવેલી 900 બેડની ધનવંતરી કોવિડ હોસ્પિટલનું નિરીક્ષણ કરવા માટે પહોંચ્યા છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પણ તેમની સાથે જોડાયા છે. હોસ્પિટલની સમીક્ષા બાદ મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, મુખ્યમંત્રીના અગ્ર સચિવ કૈલાસનાથન, ચીફ સેક્રેટરી અનિલ મુકિમ, આરોગ્ય અધિકારીઓ સાથે બેઠક કરી હતી.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું હતું કે આજે ડીઆરડીઓની હોસ્પિટલનું નિરીક્ષણ કર્યું છે. 950 બેડની હોસ્પિટલ આવતી કાલથી ચાલુ થઈ જશે. હું ગાંધીનગરના સાંસદ તરીકે મુખ્યમંત્રી અને નાયબ મુખ્ય મંત્રીનો આભાર માનું છું. આ બધા બેડ ઓક્સિજન સાથે છે. સમગ્ર દેશ અને વિશ્વમાં જે રીતે બીજી લહેર અને ત્રીજી લહેર આવી છે તેમ ગુજરાતમાં પણ આવી છે. ભવિષ્યની જરૂરિયાત ને ધ્યાનમાં લઈ બીજી હોસ્પિટલ ગાંધીનગર હેલિપેડ ખાતે 1200 બેડની હોસ્પિટલ ટાટા ટ્રસ્ટના સહયોગ થી ચાલુ કરવામાં આવશે. જેમાં 600 આઇસીયું બેડ હશે. ગુજરાત સરકાર એનજીઓના સહયોગથી આઇસોલેશન સેન્ટર ચાલુ કરશે. આજે ટોલ ફ્રી નંબરની પણ શરૂઆત કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ઓક્સિજન વેસ્ટજ ઘટાડવા માટે પણ વ્યવસ્થા કરવામાં આવશે. રેમડેસીબીર ઇન્જેક્શન જ્યારે જરૂરિયાત હોય ત્યારે જ ડોકટર લખે તે માટે હું અપીલ કરું છું.
DRDO દ્વારા સંચાલિત આ 900 બેડ હોસ્પિટલમાં 150 વેન્ટિલેટર અને ICU ના બેડ તેમજ 750 ઓક્સિજનન બેડ રહેશે. તમામ દર્દીઓને ઓક્સિજન મળી રહે તેવી સંપૂર્ણ વ્યવસ્થાઓ 900 બેડ હોસ્પિટલમાં ઉપલબ્ધ હશે. ઓક્સિજનનો સપ્લાય સરળતાથી થઈ શકે તે માટે 35,000 લીટર ઓક્સિજન ક્ષમતાની ટેન્ક તૈયાર કરાઈ છે. તેમજ તકેદારીના ભાગરૂપે વધુ 25,000 લીટર ઓક્સિજનની ટેન્ક પણ મુકવામાં આવશે.
900 બેડની હોસ્પિટલમાં 150 ડોકટર, 10 ફિઝિશિયન, 6 એનેસ્થેટીસ્ટ, 350 નર્સિંગ સ્ટાફ દર્દીઓની સારવાર કરશે. હેલ્પ ડેસ્ક, રજીસ્ટ્રેશન અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર મેનેજમેન્ટનું જરૂરી કામ ગુજરાત યુનિવર્સિટીના કર્મચારીઓ સાંભળશે. DRDOના 150 જેટલા તજજ્ઞો જેમાં ડોકટર તેમજ નર્સિંગ સ્ટાફ પણ આ હોસ્પિટલમાં છે. DRDOના 17 ડોકટરો, 75 પેરા મેડિકલનો સ્ટાફ પણ અમદાવાદમાં આવી પહોંચ્યો છે. 250 જેટલો નર્સિંગ સ્ટાફ જુદી જુદી કોલેજોમાંથી સિલેક્ટ કરવામાં આવ્યા છે.
DRDO માંથી આવેલા નવા નર્સિંગકર્મીઓને તાલીમ પણ આપવામાં આવી છે. સિવિલ હોસ્પિટલના મેડિસિન વિભાગના હેડ ડોકટર કમલેશ ઉપાધ્યાય, તેમજ ડોકટર જયદીપ ગઢવી, ડોકટર પાર્થિવ મહેતા દ્વારા પણ જરૂરી તાલીમ નવા આવેલા સ્ટાફને આપવામાં આવી છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x