ગાંધીનગર

નિસર્ગ કૉમ્યુનિટી સાયન્સ સેન્ટર ધ્વારા “૨૨ એપ્રિલ – વિશ્વ ધરતી દિવસ” ની ઉજવણી અંતર્ગ વેબિનાર યોજાયો.

ગાંધીનગર : 

  ગુજરાત કાઉન્સીલ સાયન્સ એન્ડ ટેક્નોલૉજી વિભાગ,ગુજરાત સરકાર પ્રેરિત નિસર્ગ કૉમ્યુનિટી સાયન્સ સેન્ટર દ્વારા વર્ષ દરમિયાન વિવિધ વૈજ્ઞાનિક પ્રવુત્તિઓનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રવુંત્તિઓમાં કેટલાક મહત્વના દિવસોની ઉજવણી કરવામાં આવે છે. સમગ્ર વિશ્વમાં ૨૨ એપ્રિલ ધરતી દિવસ તરીકે ઉજવવામાં આવે છે. વિશ્વના બધા દેશો આ દિવસે વિવિધ પ્રકારના કાર્યક્રમો યોજીને ધરાની માવજત માટે કટીબધ્ધ બની રેહવા માટે સંકલ્પો લે છે. આપના ગરવી ગુજરાતના વિક્રમ સવંત વર્ષના માસ વૈશાખની ત્રીજ ( અખાત્રીજ)ના દિવસે ખેડૂતો ધ્વારા ખેતરમાં ધરાનું પૂજન કરવાનો વરસો જુનો રીવાજ છે. નિસર્ગ સાયન્સ સેન્ટર ધ્વારા આ દિવસની ઉજવણીના ભાગ રૂપે વિવિધ જન-જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે.

       આ વર્ષે કોરોના મહામારીને કારણે નિસર્ગ સાયન્સ સેન્ટર ધ્વારા ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ, પ્રાદેશિક કચેરી, ગાંધીનગર ના સહયોગથી વેબીનારનું આયોજન કરવામાં આવ્યું હતું. દર વર્ષે ધરતી દિવસની ઉજવણી ચોક્કસ વિષય આધારિત કરવામાં આવે છે. આ વર્ષનો વિષય “Restore Our Earth” છે. આ વિષયને અનુલક્ષીને વેબીનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વેબીનારમાં મુખ્ય મેહમાન તરીકે શ્રી ડી.સી.વાંકાણી, પ્રાદેશિક અધિકારી- પ્રાદેશિક કચેરી- ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ- ગાંધીનગર, શ્રી નરેશ ઠાકર- પૂર્વ પી.આર.ઓ- જી.પી.સી.બી.- ગાંધીનગર, શ્રી રાહુલભાઈ પટેલ, પર્યાવરણ ઈજનેર શ્રી- જી.પી.સી.બી.- પ્રાદેશિક કચેરી- ગાંધીનગર, ડૉ.અનીલ પટેલ, મેનેજિંગ ટ્રસ્ટી- નિસર્ગ કોમ્યુનીટી સાયન્સ સેન્ટર ઉપસ્થિત રહ્યા હતા.

   શ્રી ડી.સી.વાંકાણી સાહેબે તેમના ઉદ્ભોદનમાં વિદ્યાર્થીઓને પર્યાવરણની માવજત કરવાની વાત કરી હતી તેમજ દરેક વિદ્યાર્થીઓએ તેમના દરેક જન્મદિવસે એક વૃક્ષ વાવી તેની માવજત કરવાની સલાહ આપી હતી. કાર્યક્રમના મુખ્ય વક્તા શ્રી નરેશ ઠાકર સાહેબે યુનાઇટેડ નેશનના યુ.એન.ઈ.પી. પોગ્રામ ધ્વારા વર્ષ ૨૦૦૯ થી ધરતી દિવસની ઉજવણી કરવામાં આવે છે તેમ જણાવ્યું હતું. પૃથ્વીના પુનઃસ્થાપન માટે કલાયમેટ ચેન્જની પરિસ્થિતિથી બચવા માટે વધુ માં વધુ વૃક્ષો વાવીને ધરતીને હરિયાળી બનાવવાની વાત કરી હતી. ધરતીને પ્રદુષણ મુક્ત બનાવી ઉજ્વળ ભવિષ્ય માટે પોતાનું યોગદાન આપવાની વાત કરી હતી. જી.પી.સી.બી.ના શ્રી રાહુલભાઈ પટેલે પૃથ્વીને બચાવવા માટે ત્રણ એ (Attitude, Act, Aware) વિષે જાગૃત થવાની વાત કરી હતી. ડૉ.અનીલ પટેલ સાહેબે તેમના પ્રાસંગિક પ્રવચનમાં વિદ્યાર્થીઓને બ્રહ્માંડના એક માત્ર જીવંત ગ્રહ પૃથ્વીને બચાવવા માટેની શરૂઆત આપડા ધ્વારા શરુ કરવાની હાકલ કરી હતી. ધરતી પરના કુદરતી સ્ત્રોતોને બચાવીને પણ આપણે આપણું ભવિષ્ય ઉજળું બનાવી શકીએ છીએ તે અંગે સમાજ આપી હતી.

     આ વેબિનારમાં ગાંધીનગરની જુદી-જુદી શાળાના ૫૩ જેટલા વિદ્યાર્થીઓ અને શિક્ષકો જોડાયા હતા તેમજ ગાંધીનગર ઇલેક્ટ્રોનિક ઝોન ઇન્ડસ્ટ્રિઝના સભ્યો પણ મોટી સંખ્યામાં જોડાયા હતા.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x