અમદાવાદ નાઈટ કરફ્યુમાં હવે આ લોકોને જ મળશે પરમિશન
રાજ્યમાં વધતા જતા કોરોનાના સંક્રમણ વચ્ચે 20 શહેરોમાં આપવામાં આવેલા નાઇટ કરફ્યુ વચ્ચે નાઈટ કરફ્યુનું ચુસ્ત પાલન થાય અને આવશ્યક સેવાને મુશ્કેલી ના પડે તે માટે અમદાવાદ પોલીસે નવી પહેલ શરૂ કરી છે. આવશ્યક સેવા ધરાવનાર તમામ વાહનો પર હવે સ્ટીકર લગાવવામાં આવશે.
જેમાં મેડિકલ, પેરામેડિકલ સ્ટાફ, ઓક્સિજન અને દવા લઈ જતા વાહનો પર લાલ કલરનું સ્ટીકર લગવવામાં આવશે. જ્યારે ખાદ્ય સામગ્રી, શાકભાજી, ફ્રૂટ, ફળફળાદી, દૂધ પેકિંગ ફૂડ માટે લીલા કલરના સ્ટીકર લગાવવામાં આવશે.
આ સિવાય AMC કર્મચારી, ટોરેન્ટ પાવરના કર્મચારી, ટેલિફોન સર્વિસ અને મીડિયા માટે પીળા કલરનાં સ્ટીકર લગાવવામાં આવશે. દરેક પોલીસ સ્ટેશનમાં આ માટે સ્ટીકરો પણ આપવામાં આવશે. રાત્રી કરફ્યુ દરમ્યાન આ ત્રણ સ્ટીકરો ધરાવનાર લોકોને જ જવા દેવામાં આવશે.