રાજ્યની સરકારી કચેરીઓમાં 15મી મે સુધી શનિવાર-રવિવાર દરમિયાન રજા રહેશે
ગાંધીનગર: રાજ્યની સરકારી કચેરીઓમાં 15મી મે સુધી શનિવાર-રવિવાર દરમિયાન રજા રહેશે. કોરોના સંક્રમણ નિયંત્રણના હેતુસર રાજ્ય સરકારે આ નિર્ણય કર્યો છે.
મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં મળેલી કોર કમિટિની બેઠકમાં લેવાયેલા મહત્વના અન્ય એક નિર્ણય મુજબ રાજ્યની સરકારી કચેરીઓમાં 15 મી મે સુધી 50 % સ્ટાફ સાથે કામગીરી કરવાની રહેશે.
કોર કમિટિની બેઠકમાં લેવાયેલા અન્ય મહત્વના નિર્ણય મુજબ રાજ્યના ધારાસભ્યો તેઓને મળતી પ્રવર્તમાન ગ્રાન્ટ ઉપરાંત 25 લાખની ગ્રાન્ટ સરકારી હોસ્પિટલ દવાખાનાને મેડિકલ સાધનોની સહાય માટે આપી શકશે
નોવલ કોરોના વાયરસ સામેની રાજ્ય સરકારની લડતને વધુ મજબૂત કરવાના ઉમદા આશયથી ધારાસભ્યો 25 લાખ સુધીની રકમ સિવિલ હોસ્પિટલ, સરકારી દવાખાના, કોર્પોરેશન અને નગરપાલિકાની હોસ્પિટલ- દવાખાના માટે અદ્યતન મેડિકલ ઉપકરણ – સાધનો વસાવવા માટે આપી શકશે તેવો નિર્ણય કરવામાં આવ્યો છે. .