કોરોનાની બીજી લહેરમાં લક્ષણ પણ બદલાયા : ફેફસાની સાથે અન્ય અંગો પર પણ હુમલો કરે છે
હેલ્થ એક્સપર્ટનું કહેવુ છે કે જેવી રીતે કોરોના વાયરસનો શરીર પર હુમલો વધે છે તે રીતે ઇમ્યૂન સિસ્ટમ પણ નબળી થતી જાય છે. વાયરસ બીજા બોડી પાર્ટ્સમાં સોજો લાવે છે. જો તે વ્યક્તિને ડાયબિટીઝ કે મેદસ્વિતા જેવી બિમારી છે તો તેના શરીર પર વધારે અસર થાય છે.
હ્રદય પર હુમલો
જે લોકોને હાર્ટની બિમારી છે કે જેમનુ મેટાબોલિઝમ સિસ્ટમ ખરાબ છે તે લોકોને કોરોનાની ઝપેટમાં આવવાનો ખતરો સૌથી વધારે છે. કોરોનાના વાયરસ શરીરની માંસપેશીઓમાં સોજો લાવે છે અને બાદમાં હોસ્પિટલમાં દાખલ કરવા પડે છે.
ન્યૂરોલોજીકલ સમસ્યા
આ વિશે કોરોનામાં પેશન્ટને માથાનો દુખાવો, ટક્કર આવવુ, ધૂંધળુ દેખાવુ જેવા લક્ષણ સામે આવ્યા છે. એક સ્ટડી અનુસાર વુહાનમાં હોસ્પિટલમાં દાખલ 214માંથી એક ત્રૃતિયાંશ લોકોમાં આવા લક્ષણ જોવા મળ્યા હતા. કહેવામાં આવે છે કે કોરોનાનો અસર લાંબા સમય સુધી જોવા મળે છે.
કિડની પર હુમલો
કોરોનાની અસર લાંબા સમય સુધી રહે તો વ્યક્તિની કીડની પર અસર કરે છે. કીડનીની સમસ્યા વધી જાય છે અને કિડની સહિત ઘણા અંગોની કોશીકાઓ સંક્રમિત થઇ જાય છે. કિડનીના ટિશ્યુ પર પણ અસર પડે છે અને તેના કારણે યુરિનની માત્રા ઓછી થઇ જાય છે.
બ્લડ ક્લોટનો ખતરો
કોરોનાના કારણે શરીર સોજી જાય છે જેના કારણે ઘણા લોકોના લોહીમાં ગાંઠો થઇ જાય છે. એક્સપર્ટનું કહેવુ છે કે કોરોના રક્તવાહીકાઓ પર અસર નાંખે છે જેના કારણે પ્રોટીન બ્લડ ક્લોટિંગ વધારે છે. જેના કારણે ફેફસા પર લોહી નથી પહોંચી શકતુ અને હાર્ટ એટેકનો ખતરો વધી જાય છે.