કોરોનાની ઘાતક સ્થિતિને લઈ જાણીતા કથાકાર શ્રી મોરારી બાપુએ શુ વ્યક્ત કરી ચિંતા ? જાણો
મોરારી બાપુએ રામકથા દરમિયાન કોરોનાની સ્થિતિને લઈને ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, છાપામાં દરરોજ અહેવાલો આવે છે, હાલમાં લોકોને હોસ્પિટલમાં ઓક્સિજનની અછત છે.
ઓક્સિજનની જરૂરીયાત અંગેનો ટાંક્યો રિપોર્ટ
તો આ એવા પણ સમાચારો આવે છે કે, ઓક્સિજન-ઇન્જેક્શનની કાળાબજારી થઇ રહી છે. આ બધી જ સ્થિતિ ખરેખર ચિંતાજનક છે. મોરારી બાપુએ ઓક્સિજન વિશેનો રિપોર્ટ ટાંકતા જણાવ્યું હતું કે, આપણે દરરોજ ત્રણ સિલિન્ડર જેટલો ઓક્સિજન ઇશ્વર પાસેથી મફતમાં લઈએ છીએ.
જો આપણે જીવવું હોય તો વૃક્ષોને જીવાડીએ : મોરારી બાપુ
જો એક સિલિન્ડરની કિંમત 700 રૂપિયા હોય તો દરરોજના ત્રણ લેખે 2100 રૂપિયાનો ઓક્સિજન આપણે મફતમાં લઈએ છીએ. તો વર્ષની ગણતરી કરીએ તો સમગ્ર વર્ષ દરમિયાન આપણે 7,66,500 રૂપિયા થાય. આ હિસાબે જો એક વ્યક્તિને 65 વર્ષ જીવવા માટે ઓક્સિજનની જરૂર પડે તો આપણે 5 કરોડ રૂપિયાનો ઓક્સિજન લઈએ છીએ. આ પ્રાણવાયુ વૃક્ષો આપે છે માટે, જો આપણે જીવવું હોય તો વૃક્ષોને જીવાડીએ.
ગુજરાતમાં કોરોનાની સ્થિતિ
રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ આંકડા પ્રમાણે રાજ્યમાં ગત 24 કલાકમાં કોરોનાના 14,327 નવા કેસ નોંધાયા છે તો સંક્રમણના કારણે 180 લોકોના મોત નિપજ્યા છે. આ સાથે જ 9,544 દર્દીઓ સાજા થયાં છે. આ સાથે જ અત્યાર સુધીમાં 4,08,368 દર્દીઓ કોરોના મુક્ત થયાં છે.
છેલ્લા 24 કલાકમાં 180 દર્દીઓના મોતથી ખળભળાટ
ઉલ્લેખનીય છે કે, છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 180 લોકોના સારવાર દરમિયાન મોત થયાં છે. આમ ગુજરાતમાં અત્યાર સુધીમાં 7010 લોકોના મોત કોરોનાને કારણે થયાં છે. ગઇકાલ કરતા આજે કોરોનાના કેસમાં ચિંતાજનક ઉછાળો નોંધાયો છે તો સાથોસાથ મૃત્યુનો આંકડો પણ દિવસેને દિવસે વધી રહ્યો છે. રાજ્યમાં હાલ 572 લોકો વેન્ટિલેટર પર છે. એક્ટિવ કેસનો આંકડો 1,37,794 પર પહોંચ્યો છે.