ગુજરાત

રાજ્યમાં લાદવામાં આવેલ નિયંત્રણો લંબાવાની શક્યતા, જાણો વધુ કેટલા દિવસ બધુ રહેશે બંધ

રાજ્યમાં સરકારે લાદેલા નિયંત્રણો વધુ એક અઠવાડિયુ લંબાવાઈ તેવી શક્યતા છે. હોસ્પિટલોમાં ઓક્સિજનવાળા બેડનો રેશિયો ના ઘટ્યો તો રાજ્યમાં લાદવામાં આવેલ નિયંત્રણો વધુ એક અઠવાડિયુ લંબાવાઈ તેવી શક્યતા છે. કેંદ્ર સરકારે જાહેર કરેલી માર્ગદર્શિકા મુજબ 14 દિવસ સુધી નિયંત્રણો લાગુ કરવા જરૂરી છે. ત્યારે હાલ રાજ્ય સરકારે જાહેર કરેલા નિર્ણયો અને નિયંત્રણો એક અઠવાડિયુ લંબાઈ શકે છે. સાથે જ રાત્રી કર્ફ્યુવાળા 29 શહેરોમાં પણ નિયંત્રણો વધુ એક અઠવાડિયુ લંબાઈ શકે છે. રાજ્ય સરકારે હાલ પાંચ મે સુધી આવશ્યક જરૂરીયાતની ચીજવસ્તુ સિવાયની તમામ દુકાનો બંધ રાખવાનો આદેશ જાહેર કર્યો છે. ત્યારે કેંદ્રની ગાઈડલાઈન મુજબ આ નિર્ણય એક અઠવાડિયુ લંબાવાઈ તેવી શક્યતા છે.

ગઈકાલે રાજ્યમાં 14327 નવા કેસ નોંધાયા છે. રાહતના સમાચાર એ છે કે થોડા દિવસથી નવા કેસની સંખ્યા સ્થિર થઈ છે. છેલ્લા ચાર દિવસથી નવા કેસની સંખ્યામાં ઘટાડો થયો છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી  વધુ 180 લોકોનાં મૃત્યુ થયા છે.  તેની સાથે કોરોના(Coronavirus)થી કુલ મૃત્યુઆંક 7010 પર પહોંચી ગયો છે.

ગઈકાલે અમદાવાદ કોર્પોરેશનમાં 25, સુરત કોર્પોરેશન-18, વડોદરા કોર્પોરેશન-11, રાજકોટ કોર્પોરેશ 13, મહેસાણા-5, જામનગર કોર્પોરેશન- 10,  સુરત-4, જામનગર-8, ભાવનગર કોર્પોરેશન 3, પાટણ 1, બનાસકાંઠા 4, દાહોદ 2, સુરેન્દ્રનગર-8, વડોદરા-7, ભાવનગર 3, કચ્છ 8, ભરુચ 2,  ગાંધીનગર-2, ગાંધીનગર કોર્પોરેશન-1, ખેડા 0, જૂનાગઢ કોર્પોરેશ 2, અમરેલી 0, જૂનાગઢ 5, વલસાડ 1, નવસારી 0, આણંદ 1, ગીર સોમનાથ 2, પંચમહાલ 1, તાપી 0, મહીસાગર 4,  અરવલ્લી 0, છોટા ઉદેપુર 0, મોરબી 4, સાબરકાંઠા 9, નર્મદા 0, અમદાવાદ 0, દેવભૂમિ દ્વારકા 4, પોરબંદર 0, બોટાદ 1, રાજકોટ 8 અને ડાંગમાં 3 મોત સાથે કુલ 180 લોકોના મોત થયા છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x