CBSE એ જાહેરાત કરી : ક્યારે આવશે ધોરણ 10નું પરિણામ જાણો
સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) એ શનિવાર 01 મેના રોજ જાહેરાત કરી કે ધોરણ 10 બોર્ડની પરીક્ષાનું પરિણામ 20 જૂન સુધીમાં જૂનના ત્રીજા અઠવાડિયામાં જાહેર કરવામાં આવશે. દેશમાં રોગચાળાની પરિસ્થિતિને કારણે આ વર્ષે ધોરણ 10 ની બોર્ડની પરીક્ષા રદ કરવામાં આવી હતી. બોર્ડે વિદ્યાર્થીઓના સ્કોરકાર્ડ્સ બનાવવા માટે એક ટેબ્યુલેશન નીતિ પણ તૈયાર કરી છે. રદ થયેલી પરીક્ષાઓનો સ્કોર ટેબ્યુલેશન નીતિ ના આધારે રહેશે. CBSE ના પરીક્ષક નિયંત્રક સનમ ભારદ્વાજે કહ્યું, “શાળાઓએ ખાતરી કરવી જ જોઇએ કે તેઓ દ્વારા આપવામાં આવેલા સ્કોર્સ વિદ્યાર્થીઓના અગાઉના રેકોર્ડ મુજબ છે.
યુનિટ પરિક્ષા ના 10 ગુણ રહેશે, તો મિડ-ટર્મ ની પરીક્ષા 30 ગુણ આપવામાં આવશે, અને પૂર્વ-બોર્ડ પરીક્ષા 40 ગુણ માટે, આમ કુલ 80 ગુણ થશે. CBSE ની હાલની નીતિ મુજબ બાકીના 20 ગુણ શાળાઓ દ્વારા કરવામાં આવેલા ફાઇનલ ઇનેટર્નલ માર્કિંગને આધારે આપવાના રહેશે.
આમ ધોરણ 10 CBSE બોર્ડનું પરિણામ 20 જૂન સુધીમાં એટલે જૂનના ત્રીજા અઠવાડિયામાં જાહેર કરવામાં આવશે. નવી ટેબ્યુલેશન નીતિ થી તૈયાર કરવામાં આવેલ પરિણામથી વિધ્યાર્થીઓને ફાયદો થવાનો છે. મહામારીમાં આ નીતિ પર વધુ ધ્યાન આપવામાં આવ્યું છે. CBSE ના પરીક્ષક નિયંત્રક સનમ ભારદ્વાજ પ્રમાણે વિધ્યાર્થીઓ માટે આ નીતિ તેમની આવડત પર માર્કિંગ કરશે. બીજી બાજુ, ધોરણ 12 ની બોર્ડની પરીક્ષાઓ મુલતવી રાખવામાં આવી છે અને શિક્ષણ મંત્રાલય પરિસ્થિતિની સમીક્ષા કરીને તાજી તારીખો નક્કી કરશે અને પરીક્ષા શરૂ થવાના ઓછામાં ઓછા બે અઠવાડિયા પહેલા જાહેરાત કરશે.