દેશમાં આજે કુલ 3.70 લાખ નવા કોરોના કેસ નોંધાયા
ગાંધીનગર :
દેશમાં કોરોનાના રેકોર્ડ બ્રેક કેસમાં થોડી રાહત જોવા મળી છે. 24 કલાકમાં 3.70 લાખ નવા કેસની સાથે 3421 દર્દીના મોત નોંધાયા છે.
દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા કેસમાં આંશિક રાહત જોવા મળી છે. છેલ્લા 24 કલાકમાં 3 લાખ 70 હજાર જેટલા નવા કેસ નોંધાયા છે તો મોતના આંકમાં પણ સામાન્ય ઘટાડો જોવા મળી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના કારણે 3421 લોકોએ જીવ ગુમાવ્યો છે. સાથે દેશમાં કુલ 2 લાખ 18 હજાર 945 લોકોના મોત થઈ ચૂક્યા છે.
એક દિવસમાં ભારતમાં કોરોનાના નવા કેસ 3 લાખ 69 હજાર 942 કેસ આવ્યા છે અને સાથે એક દિવસમાં કોરોનાથી દેશમાં 2 લાખ 99 હજાર 800 દર્દી રિકવર થયા હોવાનું જાણવા મળ્યું છે. દેશમાં કોરોનાથી એક દિવસના મૃત્યુઆંકમાં નજીવો ઘટાડો થતા રાહત મળી રહી છે. એક દિવસમાં કોરોનાથી દેશમાં 3 હજાર 421ના મૃત્યુ થયા છે. ભારતમાં કોરોનાના એક્ટીવ કેસ 34 લાખ 10 હજાર 426 પહોંચી ગયા છે તો કોરોનાના કુલ કેસ 1 કરોડ 99 લાખ 19 હજાર 715ને પાર થયા છે. દેશમાં કોરોનાથી રિકવર દર્દીની કુલ સંખ્યા 1 કરોડ 62 લાખ 81 હજાર 738 થઈ છે. દેશમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 2 લાખ 18 હજાર 945 પહોંચ્યો છે.
દેશમાં સૌથી વધારે પ્રભાવિત રાજ્ય મહારાષ્ટ્રમાં પણ કોરોનાનું સંક્રમણ ઘટતું જોવા મળી રહ્યું છે. 24 કલાકમાં અહીં 56647 નવા કેસ આવ્યા છે તો સાથે જ 669 લોકોએ જીવ ગુમાવ્યો છે. મહારાષ્ટ્રમાં કોરોનાના 6 લાખ 68 હજાર 353 એક્ટિવ કેસ જોવા મળી રહ્યા છે. આ સમયે 51 હજાર 356 લોકોએ કોરોનાને માત આપી છે.
દિલ્હીમાં કોરોનાના નવા કેસમાં ઘટાડો જોવા મળી રહ્યો છે તો સાથે જ દર્દીના મોતનો આંક ચિંતા વધારી રહ્યો છે. એક દિવસમાં અહીં 407 લોકોના મોત થયા છે તો 20394 નવા કેસ સામે આવ્યા છે.