લોકડાઉન અંગે આજે નિર્ણય લેવામાં આવશેઃ CM
ગાંધીનગર :
ગુજરાતમાં હાલ કોરોની સ્થિતી ગંભીર બની રહી છે. ત્યારે આવા સમયે સરકારો પાસે કોરોનાને નાથવા માટે હાથવગુ હથિયાર તરીકે હાલમાં તો ફક્ત લોકડાઉન એજ એક માત્ર ઉપાય છે. ત્યારે આજે રાજ્યના મુખ્ય મંત્રી વિજય રૂપાણી આજે સાંજે એક પ્રેસ કોન્ફરન્સ કરીને જાહેરાત કરશે. સીએમ રૂપાણી આ પ્રેસ કોન્ફરન્સમાં જાહેરાત કરશે કે, ગુજરાતમાં સંપૂર્ણ લોકડાઉન લગાવવુ કે નહીં.
કર્ફ્યૂનો સમય વધે તેવી પણ શક્યતા
રાજ્યમાં કોરોનાના કેસમાં સામાન્ય ઘટાડો થયો છે. જોકે હજુ પણ સ્થિતિ ઘણી ગંભીર છે. ત્યારે રાજ્ય સરકાર 15 મે સુધી કરફ્યુ લંબાવવામાં આવે તેવી શક્યતા છે. વધુ સંક્રમણ ધરાવતા રાજ્યના 29 શહેરમાં કરફ્યૂ છે અને સરકાર કરફ્યૂની તારીખમાં વધારો કરી શકે છે.
ગુજરાતમાં કોરોનાની સ્થિતી, ટેસ્ટીંગ ઘટ્યા તો કેસ પણ ઘટ્યા
ગુજરાતમાં કોરોનાના કેસમાં થઇ રહેલા ઘટાડાનો ક્રમ સતત ત્રીજા દિવસે જારી રહ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૧૨,૮૨૦ નવા કેસ નોંધાયા છે જ્યારે અમદાવાદમાં ૨૬, રાજકોટમાં ૧૬ સહિત કુલ ૧૪૦ના મૃત્યુ થયા છે. આ સાથે જ રાજ્યમાં કુલ કેસનો આંક હવે ૬ લાખને પાર થઇને ૬,૦૭,૪૨૨ થઇ ગયો છે. આ પૈકી ૧ લાખ કેસ માત્ર છેલ્લા ૭ દિવસમાં નોંધાયા છે. રાજ્યમાં હાલ ૧,૪૭,૪૯૯ એક્ટિવ કેસ છે જ્યારે ૭૪૭ દર્દી વેન્ટિલેટર પર છે. છેલ્લા ૨૪ કલાકમાં વધુ ૧૧,૯૯૯ દર્દીઓ કોરોનાથી સાજા થયા છે.