ગુજરાતરાષ્ટ્રીય

ભારતમાં મળ્યો કોરોનાનો નવો ખતરનાક ‘AP સ્ટ્રેન, 15 ગણું વધુ સંક્રમણ ફેલાવે છે

ભારતમાં કોરોના વાયરસનો નવો સ્ટ્રેન સામે આવ્યો છે. જેનું નામ છે એપી સ્ટ્રેન (AP Strain). એટલે કે, આ સ્ટ્રેન આંધ્રપ્રદેશમાં મળી આવ્યો છે. વૈજ્ઞાનિક ભાષામાં તેને N440K સ્ટ્રેન કહેવામાં આવી રહ્યો છે. સેન્ટર ફોર સેલ્યુલર એન્ડ મોલેક્યુલર બાયોલોજી (સીસીએમબી) ના વૈજ્ઞાનિકો દ્વારા તેની શોધ કરવામાં આવી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ સ્ટ્રેન 15 ગણું વધુ સંક્રમણ ફેલાવે છે. આને કારણે, લોકો 3 થી 4 દિવસમાં બીમાર થઈ જાય છે.

એપી સ્ટ્રેન (AP Strain) એટલે N440K સ્ટ્રેનની શોધ પ્રથમ આંધ્રપ્રદેશના કુર્નુલમાં થઈ હતી. આ સ્ટ્રેન B1.617 અને B1.618 સ્ટ્રેન કરતાં વધુ શક્તિશાળી છે. વિશાખાપટ્ટનમના જિલ્લા કલેકટર વી.વિનય ચંદે જણાવ્યુ હતુ કે, હાલ CCMBમાં અનેક સ્ટ્રેનોની તપાસ કરવામાં આવી રહી છે. ક્યો સ્ટ્રેન કેટલો ખતરનાક છે, તે ફક્ત CCMBના વૈજ્ઞાનિકો જ કહી શકશે. પરંતુ તે સાચું છે કે નવો સ્ટ્રેન મળ્યો છે. તેના નમૂનાઓ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે.

એવું જોવા મળે છે કે કોરોના વાયરસનો નવો એપી સ્ટ્રેન (AP Strain) એટલે કે N440K સ્ટ્રેન ઝડપથી વિકસી રહ્યો છે. તેનો ઇનક્યૂબેશન સમયગાળો અને બીમારી ફેલાવવાનો સમયગાળો ટૂંકોછે. તે ખૂબ જ ઝડપથી ફેલાઈ રહ્યો છે તેમજ વધુ લોકોને સંક્રમણ લગાવી રહ્યો છે. આ સ્ટ્રેનથી સંક્રમિત લોકો 3 થી 4 દિવસની અંદર જ ગંભીર સ્થિતિમાં પહોંચી જાય છે.

પ્રથમ કોરોના લહેર જેવી સ્થિતિ નથી. આ સમયે નવા સ્ટ્રેન લોકોને વધુને વધુ બીમાર બનાવી રહ્યા છે. હવે એપી સ્ટ્રેન (AP Strain) એટલે કે N440K સ્ટ્રેન વિશે વૈજ્ઞાનિકો પણ હેરાન છે. કારણ કે તેના વિશે વધુ કહેવું મુશ્કેલ છે. તે વાયરસ યુવાનોને ઝડપથી નિશાન બનાવી રહ્યો છે. તે તેમને પણ તે છોડતો નથી જેઓ ફિટનેસની સંભાળ રાખે છે અથવા જેમની ઇમ્યુનિટી ખૂબ જ મજબૂત છે. લોકોના શરીરમાં સાયટોકાઇન સ્ટોર્મ આવી રહ્યા છે.

હાલમાં દક્ષિણ ભારતમાં ફેલાયેલા પાંચ મુખ્ય કોરોના સ્ટ્રેન છે. આમાં B.1, B.1.1.7, B.1.351, B.1.617 અને B.1.36 * (N440K) સામેલ છે. એવું જોવા મળી રહ્યું છે કે દક્ષિણ ભારતમાં આંધ્ર પ્રદેશ, કર્ણાટક અને તેલંગાણામાં હાલમાં એપી સ્ટ્રેઇન (AP Strain) એટલે કે N440K સ્ટ્રેન ખૂબ જ ઝડપથી ફેલાઈ રહ્યો છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x