ગુજરાતરાષ્ટ્રીય

ભારતમાં કોરોનાથી થતા મોતની સંખ્યા બમણી થઈ શકે : બેંગ્લુરૂની IISનું ચોંકાવનારું રિસર્ચ

નવીદિલ્હી :

ભારતમાં કોરોનાને લઈને સ્થિતિ ગંભીર બની છે. છેલ્લા કેટલાક દિવસોમાં જ દિલ્હી, મહારાષ્ટ્ર, પંજાબ સહિત કેટલાક રાજ્યોમાં ભલે કેસમાં થોડા ઘણા અંશે ઘટાડો થયો હોય પરંતુ કોરોનાનો ખતરો હજી યથવતા છે. કોરોનાના વધતા જતા દર્દીઓની સંખ્યા બાદ હવે એ બાબતની આશંકા વ્યક્ત કરવામાં આવી છે કે, આવનાર સમયમાં ભારતમાં કોરોનાથી થનારો મોતનો આંકડો બેવડાઈ શકે છે એટલે કે ડબલ થઈ શકે છે. અનેક રિસર્ચર્સે પોતાની સ્ટડીના આધારે, આશંકા વ્યક્ત કરી છે કે, આવનારા કેટલાક દિવસમાં ભારતમાં કોરોનાથી થતા મોતની સંખ્યા વધશે. અત્યારની સરખામણીમાં તે ડબલ થઈ શકે છે. બેંગલુરૂના ઈન્ડિયન ઈન્સ્ટિટ્યુટ ઓફ સાયન્સની એક ટીમે કોરોનાના હાલના આંકડાનું પોતાના ગણિતીય મોડલ દ્વારા વિશ્લેષણ કર્યું છે. આ ટીમ પ્રમાણે જો કોરોનાની ચાલ આમ યથાવત રહી તો 11 જૂન સુધી ભારતમાં કોરોનાથી થનારા મૃત્યુની સંખ્યા વધીને 4 લાખ 4 હજાર થઈ શકે છે. વોશિંગટન યુનિવર્સિટીની હેલ્થ મેટ્રિક્સ એન્ડ ઇવેલ્યૂએશન ઈન્સ્ટિટ્યુટે પણ પોતાના વિશ્લેષણના આધાર પર કહ્યું હતું કે, જુલાઈના અંત સુધી ભારતમાં કોરોનાથી 10 લાખ 18 હજાર 879 લોકોના જીવ જઈ શકે છે. ભારત જેવા દેશમાં કોરોનાને લઈને કંઈ અનુમાન લગાવવું મુશ્કેલ છે. હાલ કોરોનાની જે સ્થિતિ છે તેમાં સોશિયલ ડિસ્ટેન્સિંગ, ટેસ્ટિંગનો દાયરો વધારી તેના ખતરાને ઓછો કરી શકાય છે. વર્તમાન સમયમાં દેશના ઘણા રાજ્યોમાં ઓક્સિજનનની કમીથી કોરોના દર્દીઓના મોતના સમાચાર સામે આવી રહ્યાં છે.

બ્રાઉન યુનિવર્સિટી સ્કૂલ ઓફ પબ્લિક હેલ્થના ડીન આશીષ ઝાના અંદાજ પ્રમાણે, આગામી ચારથી છ અઠવાડિયા ભારત માટે ખુબ મુશ્કેલ રહેશે. પડકાર મોટો છે અને એવા પ્રયાસ કરવા જોઈએ કે, જે મુશ્કેલ સમય છે તે આગળ ન વધે. તે માટે જરૂરી છે કે જલદીમાં જલદી આકરા પગલા ભરવામાં આવે. સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી સોમવારે કહેવામાં આવ્યું કે, કોઈપણ પરિણામ પર જલદી પહોંચી શકાય નહીં. દિલ્હી, છત્તીસગઢ, મહારાષ્ટ્ર તે રાજ્યમાં છે જ્યાં કેસમાં ઘટાડો થયો છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x