આંતરરાષ્ટ્રીયગાંધીનગરગુજરાત

ગાંધીનગર મહાત્મા મંદિરે AFDB મીટ શરૂ, ડેલિગેશને કરી જેટલી સાથે મુલાકાત

ગાંધીનગર:
મહાત્મા મંદિરે આફ્રિકન ડેવલપેમન્ટ બેન્કની એન્યુઅલ મીટનાં ઉદઘાટન તથા સંબોધન માટે વડાપ્રધાન મંગળવારે મહાત્મા મંદિરે હાજર રહેનાર છે. ત્યારે આ મીટમાં આફિકન મહાનુભાવનોનું ગુજરાતી રીતરસમ પ્રમાણે સ્વાગત કરાયું હતું. તો બીજી તરફ મહાત્મા મંદિરે આજથી શરૂ થનારા આ મીટને સોમવારે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના અધ્યક્ષ સ્થાને પ્રદર્શન ખુલ્લું મુકાયું હતું તેમજ વિવિધ સેમિનાર યોજાયા હતા. પ્રધાનમંત્રી વિવિધ દેશના વડા સાથે મંત્રણા કરશે. આ મિટથી રાજ્યભરના લોકોને ઔદ્યોગિક તેમજ રોજગારલક્ષી અપેક્ષાઓ છે. જો કે, આફ્રિકાથી આવેલા મહેમાનોના પગલે સમગ્ર ગાંધીનગર અને અમદાવાદમાં પોલીસ બંદોબસ્ત લાગુ કરી દેવામાં આવ્યો છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x