પાટનગરમાં વાતાવરણમાં પલટો, હજુ બે દિવસ સુધી ઝાપટાની શક્યતા.
ગાંધીનગર:
કાળઝાળ ગરમી બાદ રવિવારે સમી સાંજે ગાંધીનગરનું વાતાવરણ પલટાયું હતું. ગાંધીનગર અને આસપાસના વિસ્તારોમાં છુટોછવાયો વરસાદ વરસ્યો હતો.જ્યારે શહેરના કેટલાક વિસ્તારોમાં કરા પડવાનાં બનાવો બન્યાં હતાં. હવામાન વિભાગના સુત્રોઓ જણાવ્યું હતું કે આ વાતાવરણ બદલાવવાનું કારણ રાજસ્થાનમાં સર્જાયેલું અપર એર સાઇક્લોન છે.
હજુ થોડા દિવસ વાદળ છાયું વાતાવરણ રહેશે અને વરસાદી ઝાપટા પડવાની શક્યતા સેવાઇ રહી છે. પાટનગરમાં રવિવારે વાદળછાયા વાતાવરણ વચ્ચે ભારે પવન ફૂંકાયા બાદ સાંજે વાદળોના ગડગડાટ સાથે વરસાદ તૂટી પડ્યો હતો. આશરે 20 મીનીટ સુધી વીજળીના ચમકારા સાથે ધોધમાર વરસ્યો હતો. રાજસ્થાનમાં અપર સાઇક્લોનની અસરથી હજુ આગામી દિવસોમાં પણ વાદળછાયુ વાતાવરણ રહેવાની સંભાવના રહેવા હવામાન ખાતું જણાવે છે.