ગુજરાત

વિસાવદરના ધારાસભ્ય હર્ષદભાઇ રિબડીયા એ તેની 1.5 કરોડ ની ગ્રાન્ટ સામૂહિક આરોગ્ય કેન્દ્રોને ફાળવી

ગાંધીનગર :

સમગ્ર દેશ સહિત ગુજરાત રાજ્ય લાંબા સમયથી કોરોના મહામારીનો સામનો કરી રહ્યું છે. સરકાર દ્વારા પૂરતી આરોગ્ય સેવાઓ ઉભી કરવામાં ન આવતા કોરોનાંથી દર્દીઓ ટપોટપ મોત ને ભેટી રહ્યા છે. આવા સમયે વિસાવદરના ધારાસભ્ય હર્ષદભાઇ રિબડીયા તેના વિસ્તારના લોકો ની ચિંતા કરીને તેને મળવા પાત્ર સંપૂર્ણ ગ્રાન્ટ રૂ.1.5 કરોડ પૂરેપૂરા વિસાવદર વિધાનસભા વિસ્તાર મા આવતાં સામૂહિક આરોગ્ય કેન્દ્રોને ફાળવી દીધી છે. સરકાર ની નિષ્ફળતા ને કારણે પ્રાણ ગુમાવતા લોકો ની વેદના જોઇ ઉકળી ઉઠતા લાગણીશીલ ધારાસભ્ય શ્રી હર્ષદભાઈ રીબડિયા એ સરકાર ની લેસ માત્ર રાહ જોયા વિના તાકીદે પોતાની તમામ ગ્રાન્ટ રૂ.૧ ૫૦૦૦૦૦૦ એક કરોડ પચાસ લાખ જેવી રકમ લોકો ના પ્રાણ બચાવવા વિસાવદર, ભેસાણ તેમજ બીલખા ના સામૂહિક આરોગ્ય કેન્દ્ર માટે ત્રણેય જગ્યા એ ઑક્સીજ પ્લાન્ટ માટે અને ત્રણેય તાલુકા ના તામામ P H C માટે બબે ઓક્સિજન કોન્સેન્ટ્રેટર ફાળવી ખરા સમયે લોકોના જીવ તો બચી જશે પણ કાયમી આ વિસ્તાર ને ફાયદો પણ મળશે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x