ચૂંટણી નજીક આવતા ન્યૂ ગાંધીનગરમાં સ્ટ્રીટલાઇટ લાગી
ગાંધીનગર:
ગાંધીનગર શહેરી વિકાસ સત્તા મંડળનું કાર્યક્ષેત્ર ગાંધીનગર શહેર તથા આસપાસનાં 37 જેટલા ગામોમાં વિસ્તર્યો છે. ત્યારે આસપાસનાં વિસ્તારમાં કુદકે ને ભુસકે રહેણાક વિસ્તાર વધી રહ્યો છે. પરંતુ પાણી તથા સ્ટ્રીટ લાઇટોની સુવિધાનો પુરતો વિકાસ થયો નથી. ન્યુ ગાંધીનગર તરીકે જાણીતા નવ વિકસીત વિસ્તારોનાં રહેવાસીઓ દ્વારા આ મુદ્દે અનેક વખત રજૂઆતો કરાઇ છે. ત્યારે હવે ચૂંટણી નજીક આવતા ધડાધક વિકાસ કામો શરૂ કરી દેવાયા છે.
ભારતીય મતદારોની યાદશક્તિ ઘણી ટૂંકી છે તેવો કટાક્ષ હંમેશા થતો રહે છે અને સત્તાધિશ રાજકીય પક્ષો પણ આજ થીયરી પણ મતદારોનાં માનસને આંકીને નિર્ણય લેતો હોય છે. ચૂંટણીનાં દિવસો નજીક આવે ત્યારે જ વિકાસ કામોને શરૂ કરીને મતદારોને પ્રભાવિત કરવાની પરંપરા છે. બીજી તરફ ગાંધીનગરની આસપાસનાં ન્યુ ગાંધીનગર વિસ્તારમાં ચૂંટણી નજીક આવતા ધડાધડ સ્ટ્રીટ લાઇટો લગાવીને પ્રકાશ પાથરવાની કામગીરી ગુડા દ્વારા આદરી દેવામાં આવી છે.