ભારતમાં ત્રીજી લહેર આવવાના સંકેત સાથે ભારતમાં બેકાબૂ થયેલ કોરોના માટે WHOએ આ કારણોને ગણાવ્યા જવાબદાર
ગાંધીનગર :
બીજી લહેરમાં રોજ 4 લાખથી વધુ લોકો કોરોના સંક્રમિત થઈ રહ્યા છે અને હજારોની સંખ્યામાં મૃત્યુ પામી રહયા છે. આ કેસનો દર અને મૃત્યુનો દર કેમ વધી વધી રહ્યો છે તેની પાછળ WHO સંસ્થાના વૈજ્ઞાનિકોએ ઘણા બધા કારણો બતાવ્યા છે. તેમણે કહ્યું કે ખાસકરીને ધાર્મિક મેળાઓ અને રાજકીય પક્ષો દ્વારા કરવામાં આવેલી ભીડમાં લોકોએ ભાગ લેવાનું શરૂ કર્યું અને લોકો એકબીજાને મળતા સંક્રમિત થયા. લોકોએ કોરોનાનાં નિયમોનું ખુલ્લેઆમ ઉલ્લંઘન કર્યું.
વધુમાં કોરોનાનો વિસ્ફોટ થઈ રહ્યો છે તે માટે કોરોનાનો નવો વેરિયન્ટ પણ જવાબદાર છે, આ વેરિયન્ટ ભારતમાં ઓકટોબર મહિનામાં સામે આવ્યો હતો. અને વિસ્ફોટ થવાનું મુખ્ય કારણ તે જ છે. આ વેરિયન્ટ દેશમાં લાખો લોકોનાં જીવ લઈ રહ્યો છે અને તે ઘણો જીવલેણ સાબિત થયો છે. આ વેરિયન્ટ શરીરમાં ઘણો જલ્દી જ પ્રસરે છે અને તે એન્ટિબોડી બનાવતા પણ રોકે છે. બ્રિટન અને અમેરિકા પણ આ વેરિયન્ટને ઘણી ગંભીરતા થી લઈ રહ્યા છે. સાથે જ ભારતના લોકો ઘણી બેદરકારી રાખે છે તેવું પણ ઉમેરતાં કહ્યું. મોટી સંખ્યામાં લોકો ભેગા થતાં હતા, સોશ્યલ ડિસ્ટન્સ અને માસ્ક પહેરવાની લાપરવાહી પણ તેનું કારણ છે.
સાથેજ તેમણે સરકાર દ્વારા ચાલતી ધીમી વેકસીનેશન પ્રક્રિયા વિશે પણ વાત કરી હતી. ધીમી વેકશીનેશન પ્રક્રિયા પણ આ માટે જવાબદાર છે. તેમણે કહ્યું કે સૌથી વધુ વેક્સિન બનાવનાર દેશ ભારતે અત્યારસુધીમાં માત્ર બે ટકા લોકોનું જ વેકસીનેશન્ કર્યું છે. આખા દેશને આવી રીતે રસી આપવામાં વર્ષો નહીં તો મહિનાઓ લાગી જ જશે. આગળ તેમણે કહ્યું કે PM મોદી અને બીજા નેતાઓ પણ મોટી સંખ્યામાં રેલીઓ યોજી રહ્યા હતા, જેના કારણે સંક્રમણ વધુ ફેલાયું. રેલીમાં ભાગ લેનાર દરેક વ્યક્તિ કોરોના ફેલાવવામાં મદદ કરી રહ્યો હતો. આ ઉપરાંત લોકો એવું માનતા હતા કે હવે કોરોના જેવુ કઈ પણ નથી રહ્યું. તેથી લોકોએ માસ્ક પહેરવાનું બંધ કરી દીધું હતું, અને બીજા બધા જ નિયમોને પડતાં મૂકી દીધા હતા. એટલે સરળતાથી કોરોના વધતો ગયો.