ગાંધીનગર

સ્વામિનારાયણ મંદિર સે.૨ ખાતે “હેપ્પી રક્તદાન શિબિર”નું આયોજન

ગાંધીનગર :

       કોરોના કાળમાં સર્જાયેલી રક્તની અછતમાં ગાંધીનગર સિવિલ હોસ્પિટલને મદરૂપ થવાના ભાગ રૂપે ગાંધીનગરની સેવાભાવી યુવાનોની સંસ્થા “હેપ્પી યુથ ક્લબ” અને સેક્ટર-૨ સ્વામિનારાયણ મંદિરના સંયુક્ત ઉપક્રમે આગામી તા. ૧૯મી મે, બુધવારે સવારે ૯ થી ૧૨ વાગ્યા દરમ્યાન સે.૨ સ્વામિનારાયણ મંદિર ખાતે “હેપ્પી રક્તદાન શિબિર”નું આયોજન કરવામાં આવ્યું છે. રકતદાતાઓએ “હેપ્પી રક્તદાન શિબિર”માં સામેલ થવા અગાઉથી નોંધણી કરાવવી હિતાવહ છે જે માટે તેઓ મો. નં. ૯૬૦૧૬૦૧૫૫૮ ઉપર સંપર્ક સાધી શકશે અથવા પોતાનું નામ અને ઉમર મેસેજ કરી નોંધણી કરવી શકશે. હેપ્પી યુથ ક્લબના છઠ્ઠા સ્થાપના દિન નિમિત્તે આયોજિત “હેપ્પી રક્તદાન શિબિર”માં રક્તદાન કરનાર તમામ રક્તદાતાને પ્રમાણપત્ર સાથે શુભેચ્છા ભેટ રૂપે “રક્તદાતા પ્રોત્સાહન કિટ” આપી સન્માનીત કરવામાં આવશે.

        છેલ્લાં સવા વર્ષથી દેશમાં ચાલી રહેલા કોરોના સંક્રમણને કારણે રક્તદાનની પ્રવૃતિ પર ઘેરી અસર થવા પામી છે કેમકે એકવાર કોરોના સંક્રમિત થયા હોય અથવા જેણે કોરોના પ્રતિરોધક રસી લીધી છે તેવા રક્તદાતા અમુક સમય સુધી રક્તદાન કરી શકતા નથી. અનેક રક્તદાતાઓ તો સંક્રમણના ડરણે કારણે રક્તદાન કરવાનું ટાળી રહ્યા છે, જેના કારણે બ્લડ બેંકોમાં લોહીનો પુરવઠો ખૂટી રહ્યો છે. “હેપ્પી રક્તદાન શિબિર”માં રક્ત એકત્ર કરવાની સેવા ગાંધીનગર સિવિલ હોસ્પિટલની બ્લડ બેન્ક દ્વારા પૂરી પાડવામાં આવશે જે એકત્રિત રક્ત કોઈ સિવિલ હોસ્પીટલમાં દાખલ જરૂરિયાતમંદ દર્દીઓને અકસ્માત, પ્રસૂતિ, ઓપરેશન કે ગંભીર બીમારીની સારવાર જેવા અણીના સમયે જીવન બચાવવા ઉપયોગી નીવડશે. આ “હેપ્પી રક્તદાન શિબિર”નો હેતુ યુવાનોને કોવિડ પ્રતિરોધક રસીકરણ પહેલા રક્તદાન કરવાની તક પૂરી પાડવાનો છે જેના કારણે આગામી સમયમાં રસીકરણથી સર્જાવા જઈ રહેલ રક્તદાનની અછતના સમયને ધ્યાનમાં રાખીને રક્ત પુરવઠો ઉપલબ્ધ થઈ શકે. હેપ્પી રક્તદાન શિબિરમાં કોવિડ-૧૯ની ગાઇડ લાઇન અનુસાર ફરજિયાત માસ્ક, સેનેટાઇઝર અને સોશિયલ ડિસ્ટન્સ સહિતના નિયમોનું પાલન કરવામાં આવશે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x