ભારત સરકારે કોરોના રોકવા વર્ષ 2020માં એશિયન ડેવલપમેન્ટ બેન્ક પાસેથી લીધેલી 1.8 અબજની લોન ક્યાં વાપરી ?
એશિયન ડેવલપમેન્ટ બેંકે શુક્રવારે કહ્યું કે તેણે 2020માં 13 પ્રોજેક્ટ માટે ભારતને રેકોર્ડ 3.92 અબજ ડોલરની લોન આપવાની મંજૂરી આપી, જેમાં કોવિડ-19 રોગચાળાને રોકવા અને અટકાવવા સંબંધિત પ્રોજેક્ટ્સ માટેના 1.8 અબજ ડોલરની લોનનો સમાવેશ થાય છે.
મનિલા સ્થિત બહુપક્ષીય એજન્સીએ જણાવ્યું કે ભારતમાં રોગચાળો ફેલાતો રોકવા, ગરીબ અને અન્ય નબળા વર્ગને રાહત આપવા માટે તેમણે સામાજિક સુરક્ષાનાં પગલાં માટે ઇમર્જન્સી મદદ પૂરી પાડી છે. Adbએ શહેરી વિસ્તારોમાં પ્રાથમિક આરોગ્ય સંભાળ માટે સરકારને મદદ પણ કરી છે. Adbએ કહ્યું કે 1986માં તેનાં દ્વારા ધિરાણ આપવાની શરૂઆત થઈ ત્યારથી ભારત માટે તેની અત્યાર સુધીની સૌથી મોટી વાર્ષિક લોન પ્રતિબદ્ધતા છે.
સંસાધનો આપવા માટે તૈયાર
ભારતમાં Adbના કન્ટ્રી ડિરેક્ટર, ટાકિયો કોનિશીએ કહ્યું કે, ‘આગળ પણ, Adb ભારતને કોવિડ -19 સંબંધિત પડકારોનો સામનો કરવા માટે વધારાના સંસાધનો આપવા માટે તૈયાર છે, જેમાં દેશના રસીકરણ પ્રોગ્રામને વેગ આપવા અને ભાવિ જોખમોનો સામનો કરવા માટે આરોગ્ય સિસ્ટમની સ્થાપના, નાના વેપારીઓની આર્થિક સુરક્ષા માટે મદદ અને શિક્ષણ તથા સામાજિક સંરક્ષણનો સમાવેશ થાય છે. Adbએ જણાવ્યું કે તેણે 2020 દરમિયાન ભારતમાં ઉર્જા, પરિવહન, શહેરી વિકાસ અને જાહેર ક્ષેત્રના સંચાલન માટે નિયમિત મદદ ચાલું રાખી છે.