અમદાવાદમાં આગામી ચાર દિવસ વરસાદી માહોલ રહેશે
રાજ્યમાં વિનાશક વાવાઝોડાને પગલે અમદાવાદના વાતાવરણમાં આજે પલટો રહ્યો હતો અને દિવસનું મહત્તમ તાપમાન સામાન્યથી ૭ ડિગ્રી ઘટીને ૩૫.૨ ડિગ્રી નોંધાયું હતું. ગરમીનો પારો ગગડ્યો/ અમદાવાદમાં ચાર દિવસ ભારે વરસાદની આગાહી, વાદળછાયું વાતાવરણ રહેશે.
અમદાવાદમાં સરેરાશ મહત્તમ તાપમાનનો પારો રવિવારે ૪૩ને પાર થયો હતો. પરંતુ આજે વરસાદના છૂટાછવાયા ઝાપટાં અને વાદળછાયા વાતાવરણને લીધે મહત્તમ તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થતાં છેલ્લા કેટલાક દિવસથી અનુભવાઇ રહેલી કાળઝાળ ગરમીમાંથી રાહત મળી હતી.
ગુરુવારથી વાતાવરણ પૂર્વવત્ થવા લાગશે
હવામાન વિભાગના મતે અમદાવાદમાં આગામી ચાર દિવસ વરસાદી માહોલ રહેશે. જેના ભાગરૃપે આવતીકાલે મધ્યમ જ્યારે બુધવારે છૂટાછવાયા ઝાપટાં પડી શકે છે. જોકે, ગુરુવારથી વાતાવરણ પૂર્વવત્ થવા લાગશે.