તાઉ તે વાવાઝોડાએ મુંબઈના દરિયામાં જહાજ ડૂબાડ્યું, 170 ગુમ
તાઉ-તે વાવાઝોડાના કારણે બે જહાજ મુંબઈથી 175 કિમી દૂર હીરા ઓઈલ ફિલ્ડ પાસે દરિયામાં ફસાઈ ગયા હતા. તેમાં 273 લોકો હતા. તેને બચાવવા માટે INS કોચ્ચી અને INS તલવાર તહેનાત કરવામાં આવ્યા હતા. હજી પણ જહાજમાં ફસાયેલા 170 લોકો ગુમ છે. તેમાંથી 140થી વધારે લોકોને બચાવી લેવામાં આવ્યા છે.
આ સિવાય એક અન્ય જહાજ પણ સમુદ્રમાં ફસાયું છે. તેને બચાવવા માટે INS કોલકાતાને મોકલવામાં આવ્યું છે. પ્રાપ્ત માહિતી મુજબ, તેમાં 137 લોકો હતા, તેમાંથી માત્ર 38 લોકોને જ રેસ્ક્યૂ કરાઈ શકાયા છે.
મધવાલે જણાવ્યું કે મુંબઈ હાઈ વિસ્તારમાં સ્થિતિ હીરા તેલ ક્ષેત્રમાં બોટ પી-305ની મદદ માટે INS કોચીને મોકલવામાં આવ્યુ હતુ, તેમાં 273 લોકો છે. તેમણે જણાવ્યું કે INS તલવારને પણ રાહત અભિયાન માટે તહેનાત કરવામાં આવી હતી.