ગાંધીનગરગુજરાત

રાજ્યમાં વાવાઝોડાથી 13નાં મોત, તમામ અસરગ્રસ્તોને ચુકવાશે સહાય : CM વિજય રૂપાણી

ગાંધીનગર :

હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવેલી માહિતિ પ્રમાણે તાઉ તે હવે અમદાવાદ પરથી પસાર થઈ ચુક્યું છે. 40 કિમિ કરતા વધારે ઝડપથી અમદાવાદને ધમરોળનારા વાવાઝોડાનાં પગલે અમદાવાદમાં પાંચ ઈંચ જેટલો વરસાદ પડી ચુક્યો છે. પવનની ઝડપ અને વરસાદને લઈને શહેરનાં અનેક વિસ્તારોમાં તારાજીનાં દ્રશ્યો સામે આવ્યા છે.

અમદાવાદ શહેરમાં વહેલી સવારે ઝરમર વરસાદ વરસ્યો હતો. બાદમાં બપોર બાદ અવિરત ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. સરેરાશ પાંચ ઇંચ જેટલો વરસાદ વરસી ચૂક્યો છે. શહેરમાં સતત પવનની ગતિ વધી રહી છે. જેના પગલે ઝાડ ધરાશાયી થવાની ઘટનાઓ બની છે.

તો કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદને કારણે ગરનાળા, અને રસ્તાઓ પર પાણી ભરાયા. કેટલાક વિસ્તારોમાં છાપરા ઉડ્યાની ઘટના પણ બની હોવાનું સામે આવ્યું છે.

અમદાવાદ શહેરમાં વાવાઝોડાએ સર્જી તારાજી

અમદાવાદના પૂર્વ વિસ્તાર રખિયાલમાં એક કાર પર ઝાડ પડવાનો બનાવ બન્યો છે. જેમાં કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. નારણપુરાના આદર્શનગરમાં ઈલેક્ટ્રિક વીજ પોલ તૂટી ગયો હતો. વાવાઝોડું સાણંદ નજીકથી અમદાવાદમાં પ્રવેશી રહ્યું છે. જેથી ભારે પવનથી વીજળીના ડૂલ થવાની ઘટના વધી છે.

અમદાવાદના સાઉથ બોપલમાં વાવાઝોડાના લીધે ભારે નુકસાન થયું છે. અને, ભારે પવનને કારણે રહીશોમાં ભયનો માહોલ છે રિવર ફ્રન્ટ પર લોકોએ જાતે ઝાડ હટાવીને રસ્તો ખોલવાની ફરજ પડી છે. શહેરના મધ્ય વિસ્તારમાં સૌથી વધુ 5 ઇંચ વરસાદ પડ્યો હોવાનું અનુમાન છે. પૂર્વ વિસ્તાર નિકોલના પોલીસ સ્ટેશનમાં પતરા ઉડી ગયા છે. એરપોર્ટ સર્કલથી શાહીબાગ સુધીના રોડ પર ઝાડ પડતા અડધો રસ્તો બંધ થયો છે.બાપુનગર, અસારવા, શાહીબાગ, રખિયાલમાં ઠેર-ઠેર વરસાદી પાણી ભરાયાં.

શીલજ રીંગરોડ પાસે આવેલ રોડ ઉપર જાહેરાતના મોટા બોર્ડ વાવાઝોડાના પગલે તૂટી ગયા હતા. ભારે વરસાદમા ખોખરા મણિનગર પાસેના સર્કલ પર ખૂબ પાણી ભરાતા વાહનચાલકો અટવાયા હતા. નારોલ ગામમાં દુકાનો-સોસાયટીઓમાં પાણી ફરી વળ્યા છે.

જવાહર ચોકથી હીરાભાઈ ટાવર રોડ પર ભારે પવન અને વરસાદને લઈને ઝાડ ધારાશાયી થયું છે. જેથી એક તરફનો રસ્તો બંધ થયો છે. દરિયાપુરમાં એક સ્કુલની છત પરથી પતરા ઉડી ગયા છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x