ગાંધીનગર

ગાંધીનગર : CMએ ચૂંટણીની ઉતાવળમાં ઉદઘાટન કરેલ નવનિર્મિત અંડરપાસમાં ભ્રષ્ટાચાર ખુલ્લો પડ્યો, પાણી ભરાતા બ્રીજ બંધ કરવો પડ્યો

ગાંધીનગર :

ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સ્માર્ટ સિટી પ્રોજેક્ટ અંતર્ગત કરોડોનો ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાના ઘણા આક્ષેપો કોંગ્રેસ દ્વારા અત્યાર સુધીમાં કરવામાં આવ્યા હતા. તેમજ ગાંધીનગરનાં પૂર્વ મેયર રીટાબેન પટેલ ધ્વારા સ્માર્ટ સીટી પ્રોજેકટમાં કરોડોનું કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનું કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર પિંકીબેન પટેલ ધ્વારા અવારનવાર રાજ્ય કક્ષાએ રજુઆતો કરીને હાઈકોર્ટમાં પણ ઘા નાખવામાં આવી છે. ત્યારે આશરે 35 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવેલો અંડરપાસ કમોસમી વરસાદમાં જ બંધ કરી દેવાની કોર્પોરેશન તંત્રને ફરજ પડતા આ પ્રોજેક્ટમાં કરોડોનો ભ્રષ્ટાચાર થયો હોવાનું બહાર આવી ગયું છે. જે મ્યૂનિસિપલ કોર્પોરેશનના સત્તાધિશોની પ્રમાણિકતાનો એકમાત્ર નમૂનો છે, દોઢ મહીના પહેલાં જ મુખ્યમંત્રીએ ચૂંટણીની ઉતાવળમાં ચોઘડીયું જોયા વિના જ સ્થાનિક નેતાઓના આગ્રહથી ઉદઘાટન કર્યું હતું, અને ગાંધીનગરની જાહેર જનતા માટે ખુલ્લો મૂકી દેવામાં આવ્યો હતો. અંડરપાસના નિર્માણ કાર્ય વખતે સેંકડો વૃક્ષોનું નિકંદન કાઢી નાખવામાં આવતા પ્રકૃતિ પ્રેમીઓએ પણ આક્રોશ વ્યક્ત કર્યો હતો તેમ છતાં વિકાસનાં નામે ભ્રષ્ટાચાર કરવાના આશયથી અંડરપાસ નું કામ ચાલુ રાખવામાં આવ્યું હતું. અને તેને દોઢ મહિના પેહલા જ ખુલ્લો પણ મૂકી દેવામાં આવ્યો હતો. ત્યારે સતત વરસી રહેલા વરસાદને પગલે અંડરબ્રીજ માં રીતસરનો પાણીનો ધોધ પડવા લાગ્યો હતો. જેને પગલે વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. આ સાથે અનેક સ્થળે છત પરથી પાણી ટપકવા લાગ્યું હતું. છેલ્લા એકાદ મહિનાથી ખુલ્લા મુકાયેલા અંડરપાસની બંને તરફનો સર્વિસ હજુ બન્યો નથી. તેમજ અંડરપાસમાં રીતસરનો ધોધ પડતાં વાહનો ચાલકો માટે વાહન ચલાવવું મુશ્કેલી બની ગયું હતું. પાણી અંદર પડતાં અંડર બ્રીજમાં પાણી ન ભરાઈ રહે તે માટે કોર્પોરેશનના અધિકારીઓએ દોડધામ શરૂ કરી દીધી હતી. અંડરપાસની અધૂરી કામગીરી વચ્ચે ચૂંટણી જાહેર થાય તે પહેલાં જ તેનું લોકાર્પણ કરી વિકાસનાં નામે વાહવાહી લૂંટવામાં આવી હતી. ત્યારે હવે કમોસમી વરસાદ વરસતાં કોર્પોરેશન તંત્ર દ્વારા અચોક્કસ મુદ્દત માટે અંડરપાસ બંધ કરી દેવામાં આવ્યો છે.

આ અંગે વોર્ડ નંબર છ ના પૂર્વ કોર્પોરેટર પિંકી પટેલે જણાવ્યું હતું અંડરપાસમાં 10% લેખે ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે. ભૂતકાળમાં અંડરપાસમાં પૂર્વ મેયર રીટાબેન પટેલ દ્વારા કરોડોનો ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો હોવાની ફરિયાદો કરવામાં આવી હતી. જે ભ્રષ્ટાચાર આજે કમોસમી વરસાદ માં બહાર આવી ચૂક્યો છે હજી તો સત્તાવાર વરસાદ પડ્યો પણ નથી ત્યારે અંડરપાસની આવી સ્થિતિ છે ત્યારે આગામી દિવસોમાં ધોધમાર વરસાદ પડશે ત્યારે અંડરપાસનું ચિત્ર કલ્પના બહારનું રહેશે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x