ગાંધીનગર

પાટનગરમાં કાલે પીવાનું પાણી સમયસર નહિ મળવાની સંભાવના : પૂર્વ મેયર રીટાબેન પટેલ

ગાંધીનગર :

અરબી સમુદ્રમાં સર્જાયેલું તાઉ તે વાવાઝોડું ગઈકાલે રાત્રે આઠ વાગ્યાની આસપાસ ગુજરાતના કાંઠે ત્રાટક્યું હતું. જે બાદ રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે વિનાશ સર્જાયો હતો. રાજ્યના અનેકો જિલ્લામાં વાવાઝોડાનાં કારણે રસ્તાઓ પર ઝાડ પડેલા જોવા મળ્યા હતા. તેમજ રાજ્યનાં મોટા ભાગનાં જિલ્લાઓમાં વરસાદ પણ પડી રહ્યો છે. હાલમાં મળી રહેલી માહિતી અનુસાર, ગુજરાત માટે રાહતનાં સમાચાર સામે આવી રહ્યા છે. ગુજરાતમાં વાવાઝોડું નબળું પડી ગયું છે અને હવે અમદાવાદ ગાંધીનગર થઈ ને રાજસ્થાન તરફ આગળ વધ્યુ છે અને આગામી ત્રણ કલાકમાં તાઉતે વાવાઝોડું સમાપ્ત થઈ જવાની સંભાવનાઓ છે.

ગાંધીનગરનાં પૂર્વ મેયર શ્રીમતી રીટાબેન પટેલ દ્વારા જણાવાયું છે કે અત્યંત ભયાનક વાવાઝોડું તૌક્તે ગાંધીનગર પરથી પસાર થઈ ચૂક્યું છે. હાલ મળી રહેલા સમાચારો મુજબ ગાંધીનગર શહેરમાં કોઈ માનવ મૃત્યુ કે પશુ મૃત્યુ થયેલ નથી. ગાંધીનગર શહેરને જ્યાંથી પીવાનું પાણી પુરૂ પાડવામાં આવે છે તે નભોઈ પંપીંગ સ્ટેશન પર વાવાઝોડાને કારણે વીજ પુરવઠો ખોરવાયો છે જેને સંબંધિત અધિકારીઓ આખી રાત કામગીરી કરીને પૂર્વવત કરવાની કોશિશ કરી રહ્યા છે. તો સૌ નગરજનોને આવતીકાલે પીવાનું પાણી સમયસર નહીં મળવાની સંભાવના છે. જે બદલ સર્વે સહકાર આપવા પૂર્વ મેયરશ્રી એ નગરજનોને વિનંતી કરી છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x