ગાંધીનગર

ગાંધીનગર : દેશવાસીઓના આરોગ્ય શુભફલ પ્રાપ્તિ માટે હોમાત્મક લઘુરુદ્રયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું

ગાંધીનગર :
ગાંધીનગરના કોલવડા ગામના પાટીદાર સમાજ દ્વારા ગ્રામવાસીઓ તથા દેશવાસીઓ ના આરોગ્ય શુભફલ પ્રાપ્તિ માટે હોમાત્મક લઘુરુદ્રયજ્ઞ નું આયોજન કરવામાં આવ્યું હતું. કોરોના મહામારીમાં કેટલાક ગ્રામવાસીઓ, અધિકારીઓ, કર્મચારીઓ સંક્રમિત થઈ મૃત્યુ પામેલા હોય તેમની આત્માને શાંતિ મળે તથા હજુ કેટલાક લોકો કોરોના જેવી ભયંકર બીમારી થી લડી રહ્યા છે તેવા સૌ લોકો જલ્દીથી સાજા થઈ જાય અને જાહેર જીવનમાં પાછા આવે તેમના માટે ભગવાન ને યજ્ઞ સ્વરૂપે પ્રાથના અર્ચના પાટીદાર રામજી મંદિર કોલવડા ના પ્રાંગણમાં કરવામાં આવી હતી. હવન સાથે સાથે ગ્રામવાસીઓ માં હમ સબ એક હે ની ભાવના હોવાથી દરેક જ્ઞાતીના કુળદેવીના મંદિરે જઈને સુખડી અને શ્રીફળ ભગવાનના ચરણોમાં અર્પણ કરી પ્રાથના કરવામાં આવી હતી.સમગ્ર હવન નું આયોજન સરકારશ્રી ની ગાઇડલાઈન મુજબ માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ રાખી પૂર્ણ કરવામાં આવ્યું હતું.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x