ગુજરાતમાં આજે 4205 કોરોના કેસ અને 54નાં મોત નોંધાયા
ગાંધીનગર :
ગુજરાતમાં કોરોનાની બીજી લહેર સતત ઘટી રહી છે. અને રાજ્યમાં સતત કોરોના કેસોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. આજે રાજ્યમાં કોરોનાનાં વધુ 4205 કેસો નોંધાયા હતા. જ્યારે 54 દર્દીઓનાં મોત નિપજ્યા હતા. આ ઉપરાંત 8445 દર્દીઓએ કોરોનાને માત આપી હતી. આ ઉપરાંત આજે 1,47,860 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું હતું.
રાજ્યમાં કોરોનાનાં કુલ કેસોનો આંક 7,80,425 પર પહોંચ્યો છે. જ્યારે કુલ 6,95,026 દર્દીઓ સાજા થયા છે. જ્યારે અત્યાર સુધી કુલ 9523 દર્દીઓએ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. રાજ્યમાં રિકવરી રેટ 88.57 ટકા પર પહોંચ્યો છે. અને હાલમાં રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા ઘટીને 80,127 પર પહોંચી છે. જ્યારે 679 દર્દીઓ વેન્ટિલેટર પર છે. અને 79448 દર્દીઓની હાલત સ્થિર છે.
આજે જિલ્લાવાર આંકડાઓ પર નજર કરીએ તો, અમદાવાદમાં નવા 711 કેસ, 7નાં મોત, વડોદરામાં નવા 545 કેસ, 6નાં મોત, સુરતમાં નવા 450 કેસ, 10નાં મોત, રાજકોટમાં નવા 331 કેસ, 5નાં મોત, જામનગરમાં નવા 189 કેસ, 4નાં મોત, ભાવનગરમાં 118 કેસ, 2નાં મોત, ગાંધીનગરમાં 82, જૂનાગઢમાં નવા 131 કેસ, સાબરકાંઠામાં 134, પાટણમાં 125, મહેસાણામાં 115 કેસ, પંચમહાલમાં 115, બનાસકાંઠામાં 113, આણંદમાં 106 કેસ, કચ્છમાં 106, ખેડામાં 104, ભરૂચમાં 100 કેસ, અમરેલીમાં 83, પોરબંદરમાં 82, મહિસાગરમાં 59 કેસ, ગીર સોમનાથમાં 57, દાહોદમાં 49, નવસારીમાં 49 કેસ, સુરેન્દ્રનગરમાં 47, વલસાડમાં 45, દ્વારકામાં 43 કેસ, નર્મદામાં 29, અરવલ્લીમાં 22, ડાંગમાં 19 કેસ, છોટા ઉદેપુરમાં 16, મોરબીમાં 14, તાપીમાં 12 કેસ નોંધાયા હતા.